નર્મદાના ડૂબાણમા ગયેલ અસલ મૂળ શુલપાણેશ્વર મંદિરનો પ્રાચીન ઈતિહાસ : આજે પણ પાણીમા આખુ મંદીર અકબંધ છે.

Published on BNI NEWS 2022-05-02 16:38:55

  • 02-05-2022
  • 2777 Views

  (પ્રતિનિધિ : જ્યોતિ જગતાપ,રાજપીપળા)

  ડૂબાણમા ગયેલ અસલ મૂળ શુલપાણેશ્વર મંદિરની કાયમી જળસમાધિ સાથે તેનો અતિ પ્રાચિન મંદિરના ઈતિહાસની પણ જળસમાધિ લીધી!

  મંદીરમા સપ્તઋષીઓને અને પાંડવોએ તપ કર્યુ : 

  રામ,લક્ષ્મણ અને સીતાજીએ પણ ૧૪ વર્ષના વનવાસ દરમ્યાન આ પવિત્રસ્થળમા વાસ કર્યો હતો.

  નર્મદા યોજના ને કારણે ડૂબાણમા ગયેલ અસલ મૂળ શુલપાણેશ્વર મંદિરની કાયમી જળસમાધિ સાથે તેનો અતિ પ્રાચિન મંદિરનો ઈતિહાસે ની પણ જળસમાધિ લીધી છે.પણ ઈતિહાસ ભૂલી શકાય એમ નથી.થોડા વર્ષો પહેલા ઉનાળામા આખેઆખુ મંદિર પાણી માંથી બહાર આવતુ હતુ.પરંતુ હવે નર્મદા ડેમમા જળસંગ્રહ વધતા ઉનાળામા

  ડૂબાણમા ગયેલુ મંદિર હવે બહાર આવતુ નથી.

  છતા અહી ત્રણ નદીઆ દેવગંગા અને ભાનુમતી અને નર્મદાનો ત્રિવેણી સંગમ જ્યા થાય છે અને જ્યા અસલ મૂળ શુલપાણેશ્ર્વર મંદિર જ્યા ડૂબમા ગયુ છે તે જ્ગ્યાએ ડેમની પાછળના ભાગમા બોટમા બેસી બોટ માંથી શુલપાણેશ્ર્વર મહાદેવના દર્શન કરી દુધથી અભિષેક કરી ભક્તો ધન્યતા અનુભવે છે.

  ભગવાન શંકરે બધા તીર્થોમા સૌ પ્રથમજે તીર્થોનુ સ્વયં નિર્માણ કરેલ તે સ્વયંભુ પ્રગટેલ શુલપાણેશ્ર્વર મહાદેવનુ અસલ મંદીર હવે નર્મદામા ગરકાવ થઈ ગયુ છે,છતા આજે પણ પાણીમા આખુ મંદીર અકબંધ છે.દૈત્યોનો વધ કરવા બાદ રક્તરંજીત ત્રિશૂળ ધોવા ભગવાન શંકરે આ ભૂમિમા ત્રિશુલ વડે પ્રહાર કર્યો હતો.ત્યાર બાદ ધરતીરસાળ થઈ અને તેમાથી સ્વયંભૂ ભગવાન શંકરનુ શિવલીંગ પ્રગટ થયુ હતુ.જેની પ્રાણ પ્રતિષ્ઠા ભગવાન શંકરે જાતે કરી હતી.

  અસલ મૂળ શુલપાણેશ્ર્વર મહાદેવનુ અતિ પ્રાચિન મંદિર મહારાષ્ટ્ર રાજ્યના મણીબેલી ગામે ગુજરાત રાજયની સરહદ ઉપર આવેલુ હતુ.જે અતિ પ્રાચિન મંદિર સરદાર સરોવર નર્મદા યોજનાને કારણે ડૂબામા જતા આ મૂળ અસલ મંદીરે નર્મદાના જળ સમાધી લીધી હતી.આ સ્થળે દર ચૈત્રી અમાસે ભવ્ય મેળો ભરાતો હતો, તેનોપ્રાચિન ઈતિહાસભુ જાણીતો હતો.પરંતુ મંદિર ડૂબમા જવાથી

  નાંદોદુ તાલુકાના ગોરા ગામે નર્મદા નદીથી ૧૬૦ફૂટ દૂરનાની ટેકરી ઉપર રૂ.૫૭ લાખના ખર્ચે મૂળ મંદિરની પ્રતિકૃતિ સમાન નવુ મંદિર બાંધવામા આવ્યુ.તા.૦૭.૦૫.૧૯૯૪ના રોજ શિવલીંગ તથા મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામા આવી હતી.નવા મંદિરે પહેલો

  મેળોતા.,૦૮.૦૫.૯૪ થી ૧૧.૦૫.૯૪ દરમ્યાન ભરાયો હતો.ત્યાર થી છેલ્લા ૨૯ વર્ષથી આજદિન સુધી દર ચૈત્ર વદ તેરસથી આમાસ સુધ મેળો ભરાયછે, આમાસે સૌથી મોટો મેળો ભરાય છે.લોકો આજે પણ જૂનામંદિરને ભુલતા નથી, થોડા વર્ષો પહેલા ઉનાળામા આખેઆખુ મંદિર પાણી માંથી બહાર આવતુ હતુ.પરંતુ હવે નર્મદા ડેમમા જળસંગ્રહ વધતા ઉનાળામા ડૂબાણમા ગયેલુ મંદિર હવે બહાર આવતુ નથી અને હવે નર્મદા યોજના ને કારણે

  ડુબાણમા ગયેલ અસલ મૂળ શુલપાણેશ્વર મંદિરે  જળસમાધિ લઈ લીઘી છે.અહી ત્રણ નદીઓનો ત્રિવેણી

  સંગમ જ્યા થાય છે અને જ્યા અસલ મળ શૂલપાણેશ્ર્વર મંદિર જ્યા ડૂબમા ગયુ છે તે જ્ગ્યાએ ડેમની પાછળના ભાગમા બોટમા બેસી બોટ માંથી શુલપાણેશ્ર્વર મહાદેવના દર્શન કરી દુધથી અભિષેક કરી ભક્તો આજે પણ ધન્યતા અનુભવે છે.

  આ તિર્થભૂમી ભૃગુપર્વતની જગ્યા માટે જાણીતી હતી. ભગવાન શંકરે બધા તીર્થોમા સૌ પ્રથમજે તીર્થોનુ સ્વયં નિર્માણ કરેલ તે સ્વયંભુ પ્રગટેલ શુલપાણેશ્વર મહાદેવનુ અસલ મંદીર નર્મદામા ગરકાવ થઈ ગયુ છે.આજે પણ પાણીમા આખુ મંદીર અકબંધ છે.દૈત્યોનો વધ કરવા બાદ રક્તરંજીત ત્રિશૂળ ધોવા ભગવાન શંકરે આ ભૂમિમા ત્રિશુલ વડે પ્રહાર કર્યો હતો.ત્યાંથી ફૂવારો વછૂટયો હતો.ત્યાર બાદ ધરતીરસાળ થઈ અને તેમાથીસ્વયંભૂ ભગવાન શંકરનુ શિવલીંગ પ્રગટ થયુ હતુ.જેની પ્રાણ પ્રતિષ્ઠા ભગવાન શંકરે જાતે કરી હતી.આજે પણ લોકો જેમણે જૂના મંદિર મેળામા નિયમીત જતા હતા તેવા મંદિરના ટ્રસ્ટી રવીશંકર મહારાજ ત્રિવેદી જેમણે વર્ષો સુધી મન્દિરની પૂજા કરી અને સેવા ચાલુ વર્ષે થોડા દિવસ પહેલા જ જેમનું અવસાન થયું છે તેમણે અગાઉ મુલાકાતમાં જણાવ્યું હતું કે પાણીમા ડૂબી ગયેલુમૂળ મંદીર હજારો વર્ષ પહેલાનુ બંધાયેલુ હતુ.પરંતુ તેનો વારંવાર જીણોધ્ધાર થતો રહયો.છેલ્લો જીણોધ્ધાર વિંધ્યાચલના રાજા રાજસિંહના સમયમા ૧૯૭૩મા કરાયો હતો.નર્મદા પૂરાણ અને સ્કંધપુરાણમા આ પારાણિક મંદીરનો ઉલ્લેખ છે, વળી આ જૂનુ મંદિર પાંડવોએ 

  નિર્માણ કરેલ તથા આશરે ૪૭૦ વર્ષ પહેલા મહારાજા પ્રતાપસિંહે તેનો જીર્ણોધ્ધાર કરાવેલો.અહી દીર્ઘતયા રૂષીમુનિના કૂળનો ઉધ્ધાર થયો હતો. આ ઉપરાંત કાસીરાજ ચીત્રસેનને પણ વિશિષ્ટ સિધ્ધી પ્રાપ્ત થઈ હતી.જુના આ મંદીરમા સપ્તઋષીઓને અને પાંડવોએ તપ કર્યુ હતુ.તથા દીર્ઘતયા નામના ઋષિએ કાશીના ચિત્રસેનની દીકરી ભાનુમતીને શ્રાપઆપ્યો હતો. આ શ્રાપનુ નિવારણ પણ આજ શુલપાણેશ્ર્વરના તીર્થમા થયુ હોવાનુ પૂરાણોમા ઉલ્લેખ છે.મંદીર ભલે આજે પાણીમા છેપણ વિક્રમસંવંત ૧૮૨૫ મા વિંધ્યાચલના મહારાજ રાજસિહ પ્રતાપસિંહના વજીર સુજાણસિંહ છાસટીયાએ મંદિરનો જીર્ણોધ્ધાર કરાવેલો હતો તેનો શિલાલેખ આટલા વર્ષો પછીમંદિરમા સંગેમરમરની તક્તી પર કોતરેલો વંચાતો હતો તે અકબંધ છે.બીજી