ફૅને પુછ્યો એવો સવાલ કે ડરી ગયો રોહિત શર્મા,કહ્યુ- મરાવશો કે શું?

Published on BNI NEWS 2020-06-15 13:52:39

    • 15-06-2020
    • 1151 Views

    રોહિત શર્માએ 2013માં ઓપનિંગની શરૂઆત કરી. ત્યાર બાદ તે નિયમિત ઓપનર બની ગયો. તેણે ઘણા રેકોર્ડ નોંધાવ્યા છે. સચિન તેંડુલકર અને વીરેન્દ્ર સેહવાગ આ અગાઉ ભારત માટે ઓપનિંગ કરતા હતા. એક વ્યક્તિએ રોહિતને સવાલ કર્યો કે આ બેમાંથી એકની પસંદગી કરવાની હોય તો કોની પસંદગી કરો ત્યારે રોહિતે કહ્યું હતું કે માર ખવડાવશો. આમ કરીને રોહિતે બેમાંથી એકેયનું નામ લીધું નહીં અને તે જવાબ આપવામાંથી ખસકી ગયો.

    એક અન્ય ફેને તેને એમ પૂછ્યું હતું કે કોની બેટિંગ જોવી પસંદ કરશો તો તેણે ઓસ્ટ્રેલિયાના  સ્ટિવ સ્મિથ અને ઇંગ્લેન્ડના જેસન રોયનું નામ આપ્યું હતું. તેણે કહ્યું કે જેસન રોય આક્રમક બેટિંગ કરે છે તો સ્ટિવ સ્મિથની તાકાત તેની ટેકનિક છે. કોહલી અંગે એક વ્યક્તિએ સવાલ કર્યો તો રોહિતે જવાબ આપ્યો નહીં પરંતુ કોહલીનું નામ સરખી રીતે લખવાની સલાહ આપી હતી.