રાહુલ દ્રવિડનો અંધવિશ્વાસ: મેચમાં સાથે રાખતો આ વસ્તુ

Published on BNI NEWS 2020-05-26 11:54:52

    • 22 hours ago
    • 1166 Views

    આ બેટ્સમેન ક્રિઝ પર પગ મૂકે તે સાથે કરોડો ફેન્સને એક વિશ્વાસ પેદા થઈ જતો હતો કે હવે ભારત ખરતામાંથી બચી જશે, હરીફ ટીમની આશાઓ ઉપર પાણી ફરી જતું હતું. બોલર ગમે તેટલો ઝડપી બોલર ફેંકે કે બોલને ગમે તેટલો ટર્ન કરાવે પણ આ બેટ્સમેન રામાયણના અંગદની માફક તેનો પગ જમાવી રાખતો હતો. જેનુ નામ જ મિસ્ટર વોલ રાખવામાં આવ્યું હતું. હા, આપણે રાહુલ દ્રવિડની વાત કરી રહ્યા છીએ જેણે પોતાની મજબૂત અને મક્કમ બેટિંગથી ભારતને ઘણી વાર મુશ્કેલીમાંથી ઉગાર્યું હતું. જેન્ટલમેન રાહુલ દ્રવિડ ભારત માટે 164 ટેસ્ટ અને 344 વન-ડે રમ્યો હતો. એવા ઘણા ક્રિકેટર છે જે ટૂંક સમયમાં તો હરીફ ટીમના છક્કા છોડાવી દેતા હોય પરંતુ તેમનામાં ધીરજનો અભાવ હોય છે જ્યારે દ્રવિડ પાસે તો ધીરજ અને મજબૂત ટેકનિક બંને હતા.
    આમ છતાં રાહુલ દ્રવિડ બેટિંગમાં મહેનત ઉપરાંત કેટલાક ટૂચકા પણ કરતો રહેતો હતો. તેણે આવા શાનદાર રેકોર્ડ માટે ઘણી મહેનત તો કરી જ હતી પરંતુ સાથે સાથે કેટલાક ટૂચકા પણ કર્યા હતા. તમને ભરોસો નહીં થાય પરંતુ દ્રવિડ પણ અંધવિશ્વાસમાં માનતો હતો. રાહુલ દ્રવિડ દરેક મેચ વખતે કોઈને કોઈ નવી ચીજ પહેરતો હતો. એટલે કે મેચ વખતે તેની પાસે કોઈ એક ચીજ તો એવી રહેતી જે તેણે અગાઉ ક્યારેય ઉપયોગમાં લીધી ન હોય.
    આ ઉપરાંત રમવા જતાં અગાઉ તે પહેલા જમણા પગે જ થાઈ પેડ પહેરતો હતો. એ તો ઠીક પણ પોતાના બેડરૂમમાં તે બેટિંગ પ્રેક્ટિસ કરતો હતો. એક મુલાકાતમાં તેણે કબૂલ્યું હતું કે મને ઉંધ ન આવે તો હું બેડરૂમમાં બેટિંગ પ્રેક્ટિસ કરતો હતો. હું અરીસા સામે ઉભો રહીને બેટિંગ કરતો હતો. ક્યારેય બેટ જમીન પર ટકરાય તો અવાજ આવતો હતો જેને કારણે સાથી ખેલાડીઓ તેની મજાક પણ કરતા હતા. તેણે એમ પણ કહ્યું કે મારા લગ્ન થયા તો મારી પત્ની વિજેતાને એમ લાગ્યું હતું કે મને ઉંઘમાં ક્રિકેટ રમવાની બીમારી છે.