ટોક્યો ઓલિમ્પિક પરથી કોરોનાનું જોખમ ટળ્યું નથી, આવતા વર્ષે પણ આયોજન કરવામાં પડશે આ પરેશાની

Published on BNI NEWS 2020-05-23 14:02:06

  • 23-05-2020
  • 901 Views

  જાપાનના ટોક્યોમાં 2020માં ઓલિમ્પિક ગેમ્સનું આયોજન થવાનુ હતુ, પરંતુ કોરોના વાયરસને પગલે તેને બરાબર એક વર્ષ માટે પાછળ ધકેલી દેવામાં આવ્યું છે. જોકે, એક સિનિયર અધિકારીનું માનવું છે કે, આવતા વર્ષે પણ રમતોના આ મહાકૂંભ પર કોરોનાનું જોખમ તો છે. કેમ કે, હજી સુધી કોરોના વાયરસનો પ્રતિકાર કરવા માટેની વેકસિન શોધાઈ નથી.

  2021માં ઓલિમ્પક યોજી શકાશે કે નહીં
  અધિકારે જ્હોન કોટ્સે જણાવ્યું કે, આયોજકો ઓક્ટોબર 2020 થી વિચારણા શરૂ કરી દેશે કે આગામી જુલાઈ 2021માં ઓલિમ્પિક યોજી શકાશે કે નહીં. બીજી તરફ યજમાન જાપાનના વડાપ્રધાન શિંજો અબેએ સ્પષ્ટ કહી દીધું છે કે, તેઓ બીજી વાર ઓલિમ્પિક્સનું આયોજન ટાળી શકે તેમ નથી. અમે એમ માનીને ચાલીએ છીએ કે કોરોનાને હરાવવાની કોઈ વેક્સિન નથી અને છે તો તે બધાને આપી શકાય તેટલી નથી.

  મહામારીમાં ઓલમ્પિક કેવી રીતે યોજવી ?
  જ્હોન કોટ્સે જણાવ્યું કે, આવી હાલતમાં દુનિયાભરના લાખો લોકોની ઉપસ્થિતિમાં ઓલિમ્પિક કેવી રીતે યોજી શકાય. જ્યાં 206 દેશના ખેલાડીઓ ભાગ લેવા આવવાના છે. 11000 ખેલાડી. 5000 ટેકનિકલ સપોર્ટ સ્ટાફ અને કોચ, 20000 મીડિયાકર્મી, આયોજન સમિતિના 4000 સદસ્યો અને 60000 વોલિન્ટિયર્સ આટલા બધા લોકો એકત્રિત થનારા છે.