Corona સામે જંગ : 800 કરોડ કમાતા ધોનીએ આપ્યું 1 લાખ રૂપિયાનું દાન! ભડકેલા ફેન્સે લઇ નાંખ્યો

  • Corona સામે જંગ : 800 કરોડ કમાતા ધોનીએ આપ્યું 1 લાખ રૂપિયાનું દાન! ભડકેલા ફેન્સે લઇ નાંખ્યો

    • 28-03-2020
    • 783 Views

    Corona મહામારીએ દુનિયાભરમાં હડકંપ મચાવી રાખ્યો છે. આ વૈશ્વિક મહામારીમાં અત્યાર સુધીમાં 24 હજારથી વધુ લોકોના મોત થઇ ચુક્યા છે. ભારતમાં અત્યાર સુધી 17 લોકોના મોત થઇ ચુક્યા છે. જીવલણ Corona વાયરસ સામે લડવા માટે ખેલ જગતના અનેક દિગ્ગજો સામે આવ્યા છે. શુક્રવારે જ્યાં એક તરફ સચિન તેંડુલકરે 50 લાખ રૂપિયા આપીને Corona વાયરસ સામેની લડાઇમાં પોતાની ભાગીદારી સુનિશ્વિત કરી છે. ત્યાં ધોનીએ પુણે સ્થિત એક એનજીઓના માધ્યમથી 1 લાખ રૂપિયાનું યોગદાન આપ્યું.
    ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની આ આર્થિક મદદને લઇને તેના ફેન્સ સોશિયલ મીડિયા પર નારાજગી વ્યક્ત કરી રહ્યાં છે. એક ફેને લખ્યું, 800 કરોડ રૂપિયા કમાનાર ધોનીએ ફક્ત એક લાખ રૂપિયાની મદદ કરી. આ દુખદ છે.
    બીજી બાજુ સચિન તેંડુલકરે કોરોના સામેની લડાઇ માટે પ્રધાનમંત્રી રાહત કોષ અને મુખ્યમંત્રી રાહત કોષમાં પ્રત્યેક 25 લાખ રૂપિયાનું યોગદાન આપવાનો નિર્ણય લીધો.
    આખરે ધોનીએ પુણેના દૈનિક વેતન મેળવતા મજૂરો માટે દાન શા માટે આપ્યું છે, તેનું પુણે સાથે શું કનેક્શન છે? આ સવાલ સૌકોઇના મનમાં ઉઠી રહ્યાં છે. હકીકતમાં ધોની આઇપીએલની બે સીઝન 2016 અને 2017માં રાઇઝિંગ પુણે સુપરજાયંટનો હિસ્સો રહી ચુક્યા છે. ત્યાં ચેન્નઇ સુપરકિંગ્સ પર સ્પોટ ફિક્સિંગને લઇને પ્રતિબંધ લાગ્યો હતો.