બોલિવૂડની આ અભિનેત્રી ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી પર ઓળઘોળ

 • બોલિવૂડની આ અભિનેત્રી ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી પર ઓળઘોળ

  • 23-01-2020
  • 1507 Views

  બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતે ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીના ભારોભાર વખાણ કર્યા છે. અભિનેત્રીએ ટીમ ઈન્ડિયાના કપ્તાનને ‘પંગા કિંગ’ ગણાવ્યો હતો.
  અભિનેત્રી કંગના રનૌત હાલ તેની આવનારી ફિલ્મ ‘પંગા’નું પ્રમોશન કરી રહી છે. હાલમાં એક ઈવેન્ટ દરમિયાન તેણે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીની પ્રશંસા કરી હતી. કંગનાએ કહ્યું, ‘હું પંગા ક્વીન છું અને ટીમ ઈન્ડિયાના પંગા કિંગ ચોક્કસપણે વિરાટ કોહલી છે. તે નિડર છે અને દરેક તે ચેલેન્જ માટે તૈયાર રહે છે જે તેના માર્ગમાં આવે છે.’
  અભિનેત્રીએ ઉમેર્યું હતું કે, આ વખતે અમે એક જ દિવસે પંગા લેશું, હું થિએટરમાં અને વિરાટ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ગ્રાઉન્ડમાં. આ બાબત ખુબ જ રસપ્રદ હશે. ફિલ્મ પંગામાં નીના ગુપ્તા, રિચા ચડ્ઢા અને જસ્સી ગિલ જેવા અભિનેત્રીઓ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.
  ફિલ્મની વાર્તા કબડ્ડી પ્લેયરની આસપાસ છે જે લગ્ન અને માતા બન્યા બાદ ગેમમાં વાપસી કરવા ઈચ્છે છે. આ દરમિયાન ખેલાડીને પડતી મુશ્કેલીની આખી કહાનીને ફિલ્મમાં વણી લેવામાં આવી છે. ફિલ્મ 24 ફેબ્રુઆરીએ સિનેમાઘરમાં રિલીઝ થશે.