ગીતા ફોગાટનાં ઘરે આવ્યો નાનકડો રાજકુમાર, સોશિયલ મીડિયા પર ફોટો શેર કરી આપી જાણકારી

 • ગીતા ફોગાટનાં ઘરે આવ્યો નાનકડો રાજકુમાર, સોશિયલ મીડિયા પર ફોટો શેર કરી આપી જાણકારી

  • 29-12-2019
  • 768 Views

  ભારતની સ્ટાર મહિલા રેસલરે એક પુત્રને જન્મ આપ્યો છે. વર્ષ 2010 ની કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ જીતનાર ગીતા ફોગાટ મંગળવારે માતા બની હતી. તેમણે ટ્વીટર પર ફોટો ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. ફોટામાં તેના બાળક અને પતિ પવન કુમાર દેખાઈ રહ્યા છે.
  ગીતાએ ટ્વિટ કરીને લખ્યું છે, ‘હેલો બોય, દુનિયામાં આપનું સ્વાગત છે. તે અહીં છે, બહુજ સારી અનુભૂતિ થઈ રહી છે. તમારો પ્રેમ અને આશીર્વાદ આપો. હવે તેણે અમારું જીવન સંપૂર્ણ બનાવ્યું છે. તમારા બાળકને જન્મ લેતા જોવાની લાગણી કોઈપણ રીતે વ્યક્ત કરી શકાતી નથી.
  પૂર્વ કુસ્તીબાજ અને કોચ મહાવીરસિંહ ફોગાટની મોટી પુત્રી ગીતાએ 3 વર્ષ પહેલા 20 નવેમ્બરના રોજ રેસલર પવન કુમાર સાથે લગ્ન કર્યા હતા. હરિયાણાની 31 વર્ષીય ગીતા અને તેના પરિવારના જીવન પર આધારિત ‘દંગલ’ ફિલ્મ પણ બની છે. આ ફિલ્મમાં તેના પિતા મહાવીરની ભૂમિકા આમિર ખાને ભજવી હતી.