દિગ્ગજ લિએંડર પેસે ,વર્ષ 2020 માં ટેનિસને કહેશે અલવિદા,નિવૃત્તિની કરી જાહેરાત

Published on BNI NEWS 2019-12-29 12:26:17

  • 29-12-2019
  • 703 Views

  ભારતના દિગ્ગજ ટેનિસ ખેલાડી લિએન્ડર પેસે નિવૃત્તિ જાહેર કરી છે. 46 વર્ષના પેસે બુધવારે માહિતી આપી હતી કે 2020 તેમની કારકિર્દીનો અંતિમ વર્ષ હશે. તે પછી તેઓ ટેનિસને અલવિદા કહી દેશે. પેસે જેમણે 1996 ઓલમ્પિકમાં સિંગલ્સમાં મેડલ જીત્યો હતો, તેણે દરેકને સોશ્યલ મિડિયા પર મેરી ક્રિસમસની શુભેચ્છા આપીને તેમની નિવૃત્તિ વિશે માહિતી આપી હતી.

  લિએન્ડર પેસની કારકિર્દી
  18 ડબલ્સ અને મિશ્ર ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યા
  તેમની 30 વર્ષની કારકિર્દીમાં 54 ટ્રોફી જીતી
  19 વર્ષમાં પહેલીવાર તે એટીપી રેન્કિંગમાં ટોપ 100 માંથી બહાર થયા
  હાલનો રેન્કિંગ નંબર 105 છે
  46 વર્ષીય ખેલાડીએ 44 રેકોર્ડ ડેવિસ કપ ડબલ્સ જીત્યા.
  1996 એટલાન્ટા ઓલિમ્પિક્સ ગેમ્સ સિંગલ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યા.
  એશિયન ગેમ્સમાં 05 ગોલ્ડ મેડલ જીત્યા હતા. તેમજ બે કાંસ્ય ચંદ્રક. 2010 ની કોમનવેલ્થ ગેમ્સમાં કાંસ્ય પદક જીત્યા

  પેસે ટ્વિટર પર લખ્યું, “હું જાહેર કરવા માંગુ છું કે 2020 એ એક વ્યાવસાયિક ટેનિસ ખેલાડી તરીકે મારું છેલ્લું વર્ષ રહેશે.” તેમણે આગળ લખ્યું કે, “હું 2020 ટેનિસ કેલેન્ડરની રાહ જોઉં છું જેમાં હું પસંદગીની ટૂર્નામેન્ટ રમીશ, ટીમ સાથે મુસાફરી કરીશ અને મારા મિત્રો અને વિશ્વભરના ચાહકો સાથે ઉજવણી કરીશ. તમારા બધાના કારણે હું અહીં પહોંચ્યો છું. હું આ વર્ષે હું તમારો આભાર માનું છું.