આલુ અને પનીરના પરાઠા બહુ ખાધા હશે, મન લલચાવી દે તેવા સ્વાદિષ્ટ ચીઝ ચીલી પરાઠા

Published on BNI NEWS 2020-10-04 12:52:20


 • Notice: Undefined variable: news_heading_details in /home/suratxyz/indiaupdate.in/websitelayout2/detail.php on line 613

  • 04-10-2020
  • 2846 Views

  જો દરરોજ નાસ્તામાં પરાઠા ખાઇ-ખાઇને કંટાળી ગયા છો, તો ખાસ પ્રકારના પરાઠા ટ્રાય કરો. આજે અમે તમારા માટે ટેસ્ટી ચીલી પરાઠાની રેસિપ લઇને આવ્યા છીએ. મોટાભાગના આલુ, પનીર, મૂળાના પરાઠા બનાવવામાં આવે છે. પરંતુ તમે આ બધાથી હટકે કંઇક નવુ ટ્રાય કરી શકો છો.
  આ ચીઝ ચિલી પરાઠા બાળકોને પણ ખૂબ જ પસંદ આવશે. તેને બનાવવામાં પણ વધુ સમય નથી લાગતો. તો ચાલો તમને જણાવીએ તેને બનાવવાની રેસિપી…

   

  સામગ્રી

  લોટ-200 ગ્રામ

  લીલા મરચા- 4-5 બારીક કાપેલા

  કોથમીર- 1 ચમચી

  મીઠુ- સ્વાદ અનુસાર

  બટર- 2 ચમચી

  ચીઝ- 1/2 કપ

  કાળા મરી પાવડર- 1/2 ચમચી


  રેસિપી

  તેને બનાવવા માટે તમે સૌથી પહેલા મીઠુ નાખીને લોટ બાંધી લો. તે પછી તેને 5થી 7 મિનિટ માટે અલગ રાખી દો.

  તે બાદ હવે એક વાસણમાં ચીઝ, લીલા મરચા, કોથમીર અને કાળા મરી પાવડરને સારી રીતે મિક્સ કરી લો.

  તે બાદ બાંધેલા લોટમાંથી બે પાતળી રોટલી બનાવી લો.

  હવે એક રોટલી પર તૈયાર કરેલા મિશ્રણને નાંખીને ઉપરથી બીજી રોટલી મૂકો. બધી સાઇડની કિનારને સારી રીતે દબાવી દો.

  હવે એક પેનમાં માખણ લગાવીને ગરમ કરો અને પરાઠાને સારી રીતે શેકી લો.

  તૈયાર છે તમારા ચીઝ ચીલી પરાઠા. તમે તને લીલી ચટણી અને દહીં સાથે સર્વ કરી શકો છો.