પુરષોત્મ મહિનાના ઉપવાસ માટે આ રીતે બનાવો લીલી ફરાળી ચટણી

Published on BNI NEWS 2020-10-04 12:19:10


 • Notice: Undefined variable: news_heading_details in /home/suratxyz/indiaupdate.in/websitelayout2/detail.php on line 613

  • 04-10-2020
  • 1577 Views

  મોટા ભાગે ચટણી બનાવવામાં સૌથી વધારે ઉપયોગ ડુંગળી કે લસણનો થાય છે. પરંતુ વ્રતમાં લોકો ડુંગળી લસણનું સેવન નથી કરતા એવામાં અમે તમારા માટે વ્રતમાં ખાઈ શકાય તેવી ચટણીની રેસીપિ લઈને આવ્યા છીએ. તો જાણી લો ફટાફટ રેસીપિ.

  જરૂરી સામગ્રી

  3 કપ કોથમીર
  2 લીલા મરચા
  1 ટીસ્પૂન લીંબૂનો રસ
  ½ કપ પાણી
  સીંધાલુ મીઠું સ્વાદઅનુસાર

  બનાવવાની રીત

  સૌથી પહેલા કોથમીર અને લીલા મરચાને ધોઈને કાપી લો
  હવે ગ્રાઈન્ડર જારમાં લીલા મરચા, કોથમિર અને પાણી નાખીને તેની પેસ્ટ બનાવી લો
  ચટણીને એક કટોરીમાં કાઠીને તેના પર સીંધાલુ મીઠું અને લીંબૂનો રસ નાખી દો.
  તૈયાર છે ફરાળી ચટણી. તેને બટાકાની કે ફરાળી કોઈ પણ આઈટમ સાથે ખાઈ શકાય છે.