‘દાલ બંજારા’, આંગળા ચાટતા રહી જશો એટલો લાજવાબ છે સ્વાદ

Published on BNI NEWS 2020-10-04 12:16:12


 • Notice: Undefined variable: news_heading_details in /home/suratxyz/indiaupdate.in/websitelayout2/detail.php on line 613

  • 04-10-2020
  • 1499 Views

  મોટાભાગના ઘરોમાં દરરોજ દાળ તો બનાવવામાં આવતી જ હોય છે જે પોષણ માટે ખૂબ જ જરૂરી છે. જો તમે ઘરમાં જ ઢાબા સ્ટાઇલ દાળનો સ્વાદ માણવા માગતા હોવ તો તમે દાલ બંજારા ટ્રાય કરી શકો છો. રોટલી અને રાઇસ બંજારા વધુ ટેસ્ટી લાગે છે. તો ચાલો તમને જણાવીએ કે કઇ રીતે બનાવી શકાય લાજવાબ દાળ.

  જરૂરી સામગ્રી

  છાલ વાળી અડદ દાળ- 1/2 કપ

  ચણા દાળ- 1/4 કપ

  હળદર પાવડર- 1/2 ટીસ્પૂન

  ડુંગળી- 1 બારીક સમારેલી

  આદુ-લસણની પેસ્ટ-1/2 ટીસ્પૂન

  લીલા મરચા- 1 બારીક સમારેલુ

  લવિંગ-2

  તજ- 1 ટુકડો

  આખુ લાલ મરચુ- 2

  લાલ મરચા પાવડર-1 નાની ચમચી

  લીંબુનો રસ- 2 ટીસ્પૂન

  કોથમીર- 3 ટીસ્પૂન

  આદુની છીણ- સર્વિંગ માટે

  મીઠુ- સ્વાદઅનુસાર

  ઘી- 2 ચમચી

  તેલ- 2 ચમચી

  બનાવવાની વિધિ

  અડદ અને ચણા દાળને એક બાઉલમાં લઇ લો અને તેને સારી રીતે સાફ કરીને 30 મિનિટ માટે પાણીમાં પલાળી દો. તે બાદ પાણી નીતારીને તેને પ્રેશર કૂકરમાં નાંખી દો. તેમાં મીઠુ, હળદર પાવડર અને 2 કપ પાણી મિક્સ કરો. ઢાકણ બંધ કરીને 3-4 સીટી વગાડીને દાળ બાફી લો.
  પેનમાં તેલ ગરમ કરો. તેમાં તેલ અને ઘી મિક્સ કરો.
  હવે લવિંગ, તજ, આખા લાલ મરચા, લીલા મરચા, ડુંગળી નાંખીને બે મિનિટ સુધી ચડવા દો.
  હવે તેમાં આદુ-લસણની પેસ્ટ, લાલ મરચુ પાવડર પણ નાંખી દો. તે બાદ તેમાં પીસેલી દાળ, પાણી, મીઠુ, લીંબુનો રસ, 1/2 કપ પાણી નાંખીને મિક્સ કરો.
  પાંચ મિનિટ ધીમી આંચે ચડવા દો. ગેસ બંધ કરી દો. હવે તેમાં કોથમીર, આદુની છીણ નાંખીને મિક્સ કરો. તૈયાર છે દાલ બંજારા, જેને તમે ગરમા-ગરમ તવા રોટી સાથે સર્વ કરી શકો છો.