‘મગની દાળ અને પાલકનું સુપ’

Published on BNI NEWS 2020-07-09 11:44:04


  • Notice: Undefined variable: news_heading_details in /home/suratxyz/indiaupdate.in/websitelayout2/detail.php on line 613

    • 09-07-2020
    • 1192 Views

    જો કંઈ હેલ્દી ખાવાનુ મન થાય તો, તમે મગની દાળ અને પાલકનુ સુપ બનાવી પી શકો છો. કારણે કે આ સુપ હેલ્દી હોવાની સાથે- સાથે ટેસ્ટી પણ ખૂબ જ હોય છે. આ સૂપથી તમારા શરીરનને પ્રટિન વિટામિન A અને આયરન પણ ખૂબ જ મળી રહે છે, તો ચાલો જાણીએ મગનીદાળ અને પાલકનું સુપ બનાવવાની રીત વિશે…


    આવશ્યક સામગ્રી
    પીળી મગની દાળ- 1 કિલો
    ઝીણી કાપેલી પાલક- અડધો કપ
    કોર્નફ્લોર- 1 ચમચી
    દૂધ- અઢધો કપ
    મીઠું સ્વાદ પ્રમાણે
    મરી પાવડર- અડધી ચમચી

    બનાવવાની રીત
    સૌ પ્રથમ મગની દાળને પલાળી રાખો, ત્યારબાદ તેને નિતારીને અલગ રાખી દો.
    બાદમાં એક પ્રેશર કુકરમાં મગની દાળને પકાવો, અને બાદમાં તેને સારી રીતે ફેંટી લો.
    એક બાઉલમાં કોર્નફ્લોર અને દૂધને સારી રીતે મિક્સ કરી એક બાજી રાખી દો.
    તેમાં પાલક, કોર્નફ્લોર, દુધનું મિશ્રણ, મીઠું અને મરી પાવડર ઉમેરી સારી રીતે મિક્સ કરી લો અને સતત ધીમી આંચ પર હલાવતા રહો.
    ઘાટુ થઈ જાય એટલે નીચે ઉતારી ગરમ-ગરમ પીરસી દો.