સન્ડે સ્પેશિયલ : ‘બ્રાઉની મિલ્ક શેક’

 • સન્ડે સ્પેશિયલ : ‘બ્રાઉની મિલ્ક શેક’

  • 26-04-2020
  • 1068 Views

  આવતી કાલે રવિવાર હોવાથી બધા જ લોકો આરામ અને સ્વાદિષ્ટ ખાવાના મૂડમાં અત્યારથી જ આવી ગયા હોય છે. સન્ડેના દિવસે દરેક લોકોના ઘરમાં સ્પેશીયલ ભોજન બનાવવામાં આવે છે. તેવામાં જો તમે સ્પેશીયલ ડ્રિંકની આશા રાખો છો, અમે તમારા માટે લઈને આવ્યા છીએ જોરદાર રેસિપી. જે નાના-બાળકોથી લઈને વૃદ્ધોને પણ પસંદ આવશે. તો ચાલો સન્ડે સ્પેશીયલમાં બનાવીએ ‘બ્રાઉની મિલ્ક શેક’


  જરૂરી સામગ્રી
  બ્રાઉની- 3
  દુધ- 1 ગ્લાસ દુધ
  બદામ- 4 થી 5
  ચોકલેટ ચિપ્સ- 1 ચમચી
  વેનિલા આઈસક્રીમ- 1 સ્કૂપ


  બનાવવાની રીત
  બ્રાઉની મિલ્ક શેક બનાવવા માટે સૌ પ્રથમ મિક્સિંગ બાઉલમાં બ્રાઉની નાખો.
  હવે તેમા દુધ, બદામ, ચોકલેટ ચિપ્સ અને વેનીલા આઈસ્ક્રીમ નાખીને મિક્સીમાં પીસી લો.
  આ તૈયાર લિક્વિડને બોટલમાં ભરી લો અને તેને જેમ્સથી ગાર્નિશ કરી દો.
  સાથે બોટલની ઉપર રસગુલ્લા રાખીને જેમ્સથી સજાવી સર્વ કરી દો.