નવરાત્રીના ઉપવાસ છે તો ઘરે બનાવો ફરાળી કઢી, મિનિટોમાં બની જશે

Published on BNI NEWS 2020-03-28 12:09:35

  • 28-03-2020
  • 1162 Views

  આમ તો કઢી તમે દરેક લોકો ખાવ છો. પરંતુ આજે અમે તમારા માટે એક ખાસ કઢીની રેસીપી લઇને આવ્યા છીએ. જે તમે વ્રતમાં પણ ખાઇ શકો છો. આજે અમે તમારા માટે વ્રતમાં ખવાય તેવી ટેસ્ટી બટેટા અને શિંગોડાના લોટની કઢીની રેસીપી લઇને આવ્યા છીએ, તો ચાલો જોઇએ કેવી રીતે બનાવાય ટેસ્ટી કઢી..

  સામગ્રી 

  500 ગ્રામ - બટાકા (બાફેલા)
  1 નાની ચમચી - મરચું 
  1 નેનો બાઉલ - સિંગોડાનો લોટ 
  1/2 કપ - દહીં 
  4-5 નંગ - લીમડાના પાન 
  1/2 ચમચી - જીરું 
  1 નંગ સૂકું - લાલ મરચું 
  1 ટુકડો - આદુ 
  1/2 ચમચી - ધાણા પાવડર 
  જરૂરિયાત મુજબ - તેલ 
  સ્વાદાનુસાર - સિંધાલુણ 
  જરૂરિયાત મુજબ - પાણી 
  સજાવટ માટે - કોથમીર 

  બનાવવાની રીત

  સૌ પ્રથમ એક વાસણમાં બટેટાને બરાબર મસળી લો. હવે તેમા સિંધા લૂણ, લાલ મરચું પાઉડર અને શિંગોડાનો લોટ ઉમેરીને બરાબર મિક્સ કરી લો. તૈયાર મિશ્રણથી જરૂરત મુજબ ભજીયા બનાવીને તળી લો. થોડૂક મિશ્રણ સાઇડમાં રાખો. હવે વધેલા મિશ્રણમાં દહીં અને પાણી ઉમેરીને પેસ્ટ બનાવી લો. હવે ફરીથી ધીમી આંચ પર તેલ ગરમ કરો. તેમા જીરૂ, લીમડો, લાલ મરચું ઉમેરી વઘાર કરો. હવે તેમા આદુ ઉમેરી લો. ત્યાર બાદ તેમા દહીંનું મિશ્રણ, સિંધા લૂણ અને ધાણા પાઉડર ઉમેરીને ધીમી આંચ પર ઉકાળી લો. મિશ્રણ થોડૂંક ઘટ્ટ થાય એટલે તેમા તૈયાર ભજીયા ઉમેરીને બે મિનિટ સુધી ઉકાળી લો અને આંચ બંધ કરી લો. તેને કોથમીરથી ગાર્નિશ કરી લો