પાલક અને મકાઇથી બનાવો હાંડવો, જોઇને જ મોંમાં આવી જશે પાણી

 • પાલક અને મકાઇથી બનાવો હાંડવો, જોઇને જ મોંમાં આવી જશે પાણી

  • 23-01-2020
  • 6726 Views

  હાંડવો એ દરેક ગુજરાતીની ભાવતી વસ્તુ છે. હાંડવો તો અનેક વખત ટ્રાય કર્યો હશે.પરંતુ શુ તમે ક્યારેય પાલક અને મકાઇનું કોમ્બિનેશન વાળો હાંડવો  ટ્રાય કર્યો છે. જો ના તો આજે અમે તદ્દન અલગ રેસીપી લઇને આવ્યા છીએ કે કેવી રીતે પાલક મકાઇનો હાંડવો બનાવી શકાય.

  સામગ્રી

  1 કપ – ચોખા
  1/2 કપ – ચણાની દાળ
  1/4 કપ – તુવેરની દાળ
  2 મોટી ચમચી – અડદની દાળ
  1/2 કપ – દહીં
  1/2 કપ – પાલકની પ્યોરી
  1/2 કપ – મકાઇના દાણા
  1/4 કપ – છીણેલું ગાજર
  1/4 કપ – છીણેલી દુધી
  1 ચમચી – હળદર
  1 મોટી ચમચી – લીલા મરચાની પેસ્ટ
  1 ચમચી – આદુ લસણની પેસ્ટ
  1/2 ચમચી – ખાંડ
  1 પાઉચ – ઇનો
  1/2 કપ – તેલ
  1 ચમચી – રાઇ
  1 ચમચી – જીરૂ
  1/4 ચમચી – હીંગ
  10-12 નંગ – કઢી લીમડો

  બનાવવાની રીત

  સૌ પ્રથમ ચોખા અને બધી દાળને ૪ – ૫ કલાક માટે પલાળી દેવી. તે બાદ મિક્સર જારમાં ચોખા અને બધી દાળને દહીં નાંખી વાટી લેવી. ફરી પાછું ૪ – ૫ કલાક માટે બેટરને સાઈડ પર મૂકી દેવું. હવે બેટરમાં લીલા મરચાં ની પેસ્ટ , આદુ લસણની પેસ્ટ , હળદર ,મીઠું અને ખાંડ ઉમેરવી. તે પછી તેમાં છીણેલી દૂધી , છીણેલા ગાજર , મકાઈના દાણા , કાપેલી પાલક અને પાલકની પ્યોરી બરાબર મિક્સ કરવી. હવે એક કઢાઇમાં તેલ ગરમ કરી રાઈ નાંખવી. રાઈ તતડે પછી તેમાં જીરું , તલ કઢી લીમડો નાંખવો. પછી તેને બેટરમાં મિક્સ કરવું.હવે બેટરમાં ઈનો બરાબર મિક્સ કરવો. તે બાદ અન્ય એક પેનમાં તેલ ગરમ કરી રાઈ, જીરું ,તલ અને કઢી લીમડો નાંખવો. પછી તેમાં હાંડવાનુ બેટર ઉમેરવું હવે ઉપર થોડા તલ ભભરાવવા.પેનને ઢાંકી ને હાંડવો બંને બાજુ કડક થાય એટલી વાર થવા દેવું. તૈયાર છે સ્વાદિષ્ટ હાંડવો..