મગની દાળની ખીચડી ખાઈ કંટાળ્યા હો તો બનાવો ખુબજ સ્વાદિષ્ટ અડદની દાળની ખીચડી

 • મગની દાળની ખીચડી ખાઈ કંટાળ્યા હો તો બનાવો ખુબજ સ્વાદિષ્ટ અડદની દાળની ખીચડી

  • 23-01-2020
  • 6578 Views

  આપણા દરેક ઘરમાં ખીચડી બને જ છે આપણે અલગ અલગ પ્રકારની ખીચડી બનાવીએ છીએ. મોટા ભાગે આપણે મગની દાળની ખીચડી બનાવીએ છીએ પણ આજે આપણે અડદની દાળની ખીચડી બનાવતા શીખીશું જે ખાવામાં ખુબજ સ્વાદિષ્ટ લાગે છે. આ ખીચડી બનાવવામાં ખુબજ સરળ અને બાળકો માટે ખુબજ પૌષ્ટિક અને ગુણકારી છે.

  સામગ્રી
  ચોખા 2 કપ,
  અડદ દાળ 1 કપ,
  આદુ, મરચા, લસણની પેસ્ટ એક ચમચી,
  હીંગ ચપટી,
  ઘી વઘાર માટે
  લાલ મરચુ એક ચમચી
  મીઠું સ્વાદ અનુસાર

  અડદની દાળની ખીચડી બનાવવાની પદ્ધતિ
  દાળ ચોખાને પલાળી લીધા પછી કુકરમાં વધાર મુકો ઘી ગરમ કરી તેમાં આદુ, મરચા, લસણની પેસ્ટ હીંગ નાખી સાંતળો બારીક સમારેલી ડૂંગળી નાખી સાંતળો ત્યારબાદ પલાળેલી ખીચડી નાંખી બમણું પાણી મુકો, કુકરને બંધ કરી ત્રણ વ્હીસલ વગાડો. કુકર ઉતારી ચેક કરી લો ખીચડી તૈયાર છે આ ખીચડીને તમે પાપડ અને ચટણી સાથે ગરમા ગરમ ખાસો તો ખુબજ સ્વાદિષ્ટ લાગશે.