શું તમને નાં બનાવી છે તો આ રીતે બનાવો ‘નાન’

 • શું તમને નાં બનાવી છે તો આ રીતે બનાવો ‘નાન’

  • 05-12-2019
  • 663 Views

  આજકાલ ફેમિલી ગુજરાતી હોય, રાજસ્થાની હોય કે ઉત્તર ભારતીય, પંજાબી ખાવાનાં બધાં જ શોખીન હોય છે. હવે તો લોકો પંજાબી શાક ઘરે બનાવતાં પણ શીખી ગયાં છે, પરંતુ નાન લોકોથી ઘરે નથી બનતા. એટલે પછી હોટેલમાં ખાવા જવું પડે છે. આજે અમે તમાર અમાટે લાવ્યા છીએ અદ્દલ હોટેલ કે પંજાબી ઢાબા સ્ટાઇલ નાન સરળતાથી ઘરે બનાવવાની રેસિપિ. નોંધી લો રેસિપિ અને તમે પણ કરો આજે જ ટ્રાય.


  નાન સામગ્રી

  કપ મેંદો
  એક ટીસ્પૂન તેલ
  અડધી ટીસ્પૂન બેકિંગ સોડા
  એક ટીસ્પૂન ખાંડ
  અડધી ટીસ્પૂન મીઠું
  પા કપ દહીં


  રીત

  મેંદાને એક મોટા બાઉલમાં લઇ તેમાં સોડા, ખાંડ, મીઠું, દહીં અને તેલ લઇ મિક્સ કરીને નવશેકા પાણીથી સોફ્ટ લોટ બાંધો. લોટ બંધાઈ જાય પછી હાથ પર થોડું તેલ લઇને લોટને મસળી-મસળીને 5-7 મિનિટ સુધી ચીકણો કરો. લોટને દબાવવાથી તે થોડો ઉપર આવે તે રીતે લોટ બાંધવો. લોટની ઉપર તેલ લગાવીને લોટને ત્રણેક કલાક ઢાંકીને મૂકી રાખો. લોટ ફૂલીને ડબલ થશે.

  હાથ પર થોડો સૂકો મેંદો લઇ લોટને મિક્સ કરી લો. તેનાથી લોટના લૂઆ બનાવો. તેને મેંદામાં રગદોળો અને લૂઆ બનાવો. ત્યારબાદ તેને ઢાંકીને રાખો. તવો ગરમ કરો અને એક-એક લૂઓ લો. અટામણ લઈને નાનને ગોળ કે લંબગોળ આકારમાં પરાઠા જેવી જાડી નાન વણો. નાનના ઉપરના ભાગ પર થોડું પાણી લગાવો. તવો ગરમ થઈ જાય એટલે નાનના ભીના ભાગને નીચે રાખો. ઉપરની બાજુ બબલ્સ(પરપોટા) દેખાવા લાગે એટલે તવો ઉંધો કરીને બીજો ભાગ શેકી લેવો. ફ્લેમ અને તવા વચ્ચે થોડું અંતર રાખવું. તવાને ગોળ-ગોળ ફેરવતા રહેવું. આછા લાલ રંગની થાય ત્યાં સુધી નાનને શેકવી. ત્યારબાદ તવો સીધો કરીને નાનને ચીપીયાથી લઈ લેવી. નાનની ઉપરના ભાગ પર ઘી લગાવો. તૈયાર છે નાન.