ખુબજ સ્વાદિષ્ટ અને ચટાકેદાર ભૂંગળા બટેટા બનાવો ખાનારા ખાતા જ રહી જશે

 • ખુબજ સ્વાદિષ્ટ અને ચટાકેદાર ભૂંગળા બટેટા બનાવો ખાનારા ખાતા જ રહી જશે

  • 20-11-2019
  • 468 Views

  ભૂંગળા બટેટા બનાવવા જોશે સામગ્રી :


  20થી 25 નંગ ભૂંગળા
  તળવા માટે તેલ
  250 ગ્રામ જેટલા બટેટા
  2 ટામેટા
  1 ડુંગળી
  5થી 7 કળી જેટલુ લસણ
  1 કે 2 લીલા મરચાં
  આદુનો નાનો ટુકડો
  અડધુ લીંબુ
  અડધી વાટકી ઝીણી સમારેલી કોથમીર
  પા ચમચી જીરુ
  ચપટી હીંગ
  દોઢ ચમચી લાલ મરચા પાવડર
  પા ચમચી હળદર
  એક ચમચી ધાણાજીરુ
  અડધી ચમચી ગરમ મસાલો
  2 મોટી ચમચી ખાંડ
  સ્વાદાનુસાર નમક

  ભૂંગળા બટેટા બનાવવાની પદ્ધતિ

  ભૂંગળા બટેટા બનાવવા માટે સૌપ્રથમ બાફેલા બટેટાને નાના ટુકડા મા સમારી બાઉલ મા રાખી દો.ત્યાર બાદ એક વાસણમાં તેલ મુકી વઘાર કરો. આદુ-મરચા નાખી બટેટા નાખી દો એક વાસણમાં લસણની ચટણીમાં પાણી નાખી વધાર પર ઉમેરો તેમાં બધો જ મસાલો નાંખો તમતમતા મસાલાથી જ ભૂંગળા બટેટાનો સ્વાદ આવશે.

  હવે એક પેનમાં મોટા મોટા ભૂંગળા તળીલો. તમે લીલી ડુંગળી કે લીંબુ સાથે આ ડિશ સર્વ કરીશકો છો. તમે ઈચ્છો તો ઉપરથી ગળી અને લીલી ચટણી ઉમેરી શકો છો. આ મસાલાવાળા બટેટાને તળેલા ભૂંગળાની સાથે સર્વ કરો.આ ભૂંગળા બટેટા ખાવાની એક અલગ જ સ્ટાઈલ હોય છે. ભૂંગળામાં બટેટા ભરાવીને ખાવાની મજા જ કંઈ ઓર છે તો તમે પણ ટ્રાઈ કરો ભૂંગળા બટેટા