- 20-12-2020
- 1887 Views
પુરુષોની વાળ ખરવાની સમસ્યાનો સરળ ઘરગથ્થુ ઉપાય
Published on BNI NEWS 2020-12-20 13:27:27
ઘરેલુ ઉપચારથી માથામાં ટાલ થતી અટકાવો
સામાન્ય માન્યતા પ્રમાણે સ્ત્રીઓના વાળ વધુ ખરે છે એવું સામે આવતું હોય છે, પરંતુ ખરેખર એવું નથી. પુરુષોમાં વાળ ખરવાની સમસ્યા સ્ત્રીઓ કરતા વધુ જોવા મળી છે. વાળ ખરવા એ એક સામાન્ય પ્રક્રિયા છે પરંતુ નાની ઉંમરમાં વધુ વાળ ખરવા એ એક ગંભીર સમસ્યા છે. આજના સમયમાં લોકો વધુ વ્યસ્ત બન્યા છે, સાથે કામ અને પરિવારનું ટેનશન હોવાથી તેની સીધી અસર સ્વાસ્થ્ય પાર પડતી હોય છે, આ ઉપરાંત ટેનશન હોવાથી વાળ પણ વધુ ખરતા હોય છે.તો આ સમશ્યાને દૂર કરવાના કેટલાક ઘરેલુ નુસ્ખા વિષે વાત કરીશું.
વાળને તંદુરસ્ત રાખવા માટે માથામાં ખોડો ના થાય એ ધ્યાન રાખવું જરૂરી છે, પરંતુ ખોળા માટે એન્ટી ડેન્ડ્રફ શેમ્પુ વધુ ઉપયોગ કરવાથી તાળવામાં રહેલી કુદરતી સોફ્ટનેસ દૂર થાય છે જેના કારણે પણ વાળ વધુ ખરતા જાય છે.
સરસીયા અને ઓલિવ ઓઈલનું એકસરખું પ્રમાણ લઇ મિક્સ કરી આંગળીના ટેરવા વડે એ તેલનું હળવા હાથે માસક કરવું જોઈએ. આ ઉપરાંત હથેળીથી માથામાં થપથપાવવું, એવું કરવાથી વાળમાં ખોળાની અને વાળ ખરવાની સમસ્યાથી છુટકારો મળે છે. માસ્ક કાર્ય બાદ હોટ ટોવેલ થેરાપી કરવી જોઈએ જેમાં ગારામ પાણીમાં ટુવાલ બોળી તે ટુવાલને નીચવી માથામાં વીંટાળવામાં આવે છે અને થોડી વાર રાખવાનો હોય છે. એવું કરવાથી રોમ છિદ્રો ખુલે છે અને તેલ વાળમાં મૂળ સુધી પહોંચે છે,જેના કારણે વાળ વધુ મજબૂત થાય છે.
જે લોકોને ઈંડાથી પરહેઝ નથી તે લોકો અઠવાડિયામાં એક વાર ઈંડાને ફેટીને તેનો ગર્ભ વાળમાં લગાડી શકે છે તેનાથી વાળ વધુ મજબૂત થાય છે.
ભીના વાળમાં ભૂલથી પણ દાંતિયો ના ફેરવો, અને જો દાંતિયાનો ઉપયોગ કરવો છે તો જાડા દાંતા વાળા કાંસકાનો ઉપયોગ કરવો હિતાવહ છે. દિવસમાં 3-4 વાર વાળમાં દાંતિયો ફેરવો એવું કરવાથી વાળમાં રહેલી તેલની ચિકાસ દૂર થાય છે અને નવા વાળને ઉગવામાં મદદ મળે છે.
મેલા વાળમાં જેલ કે હર સ્પ્રે કરવાનું ટાળો, એવું કરવાથી વાળના સ્વાસ્થ્યને નુકશાન પહોંચે છે. અનેક પુરુષોને ટોપી પહેરી રાખવાની ટેવ હોય છે પરંતુ એ ટેવ વાળ માટે ખૂબ જ નુકશાનકારક છે, સતત ટોપી પહેરવાથી પરસેવો અને મેલ જમા થાય છે જેનાથી વાળના મૂળ નબળા પડે છે અને વાળ ખરવાની સમસ્યા શરુ થાય છે.