તમારા પ્રોફાઈલ પિક્ચરનો ઉપયોગ કરીને ડુપ્લિકેટ Facebook IDથી કોઈ પણ છેતરી શકે જાણો છો તમે

Published on BNI NEWS 2020-05-26 12:16:50

  • 22 hours ago
  • 1084 Views

  સોશિયલ મીડિયા આજે આપણા જીવનનો એક મહત્વનો હિસ્સો બની ગયો છે. Facebook દ્વાકા આપણે આપણા સંબંધીઓની સાથે જોડાઈ શકીએ છીએ. Facebook આપણને લોકોને નજીક લાવવામાં મદદ કરે છે. પરંતુ ફેસબુક ખાતાઓ ઉપર સાઈબર ઠગોની નજર પણ રહેલી હોય છે. સાઈબર ઠગ નવી-નવી રીતોથી લોકોને શિકાર બનાવે છે. શું તમે જાણો છોકે, ઠગ તમારી પ્રોફાઈલ ફોટાનો ઉપયોગ કરીને તમારા નામનું ડુપ્લિકેટ પ્રોફાઈલ બનાવીને તમારા ફ્રેન્ડ લિસ્ટમાં સામેલ લોકોને ઠગી શકે છે.

  Facebook ફ્રેન્ડ્સને કરાય છે આવા મેસેજ
  ઘણા એવાં મમાલાઓ સામે આવ્યા છે. જેમાં કોઈ શખ્સનાં પ્રોફાઈલ ફોટાનો ઉપયોગ કરીને લોકોની સાથે છેતરપિંડી કરી હોય છે. સાઈબર ઠગ ડુપ્લિકેટ પ્રોફાઈલ બનાવ્યા બાદ તે શખ્સનાં ફ્રેન્ડને મેસેજ કરીને મજબુરીનું બહાનું બનાવીને પૈસાની માંગ કરે છે. જ્યારે યુઝર એવાં મેસેજોની જાળમાં ફસાઈ જાય છે તો એકાઉન્ટ નંબર આપીને પૈસા ટ્રાન્સફર કરવામાં આવે છે.

  Report Spam કરવા માટે કહેવું પડશે
  જો તમારો ફોટો ઉપયોગ કરીને કોઈ નકલી આઈડી બનાવી લે તો તેમ તમારે સૌથી પહેલા તે આઈડી બંધ કરાવવાનું રહેશે. તેના માટે તમારે વધુમાં વધુ લોકોને આઈડી લિંક મોકલીને Report Spam કરવા માટે કહેવું પડશે. ફેસબુક મુજબ, જો કોઈ પણ શખ્સ કોઈ ફોટાનો ઉપયોગ કરીને નકલી પ્રોફાઈલ બનાવી લે છે તો તેને બંધ કરવા માટે વધુમાં વધુ લોકો જો Report Spam કરશે તો એવી પ્રોફાઈલને હંમેશા માટે બંધ કરી દેવામાં આવશે.

  કારણ જણાવવાનું રહેશે
  તેના માટે તમનેFacebookના સેટિંગમાં જ ‘Report The Profile’નો વિકલ્પ મળી જશે. આ વિકલ્પમાં તમારે એકાઉન્ટનો રિપોર્ટ કેમ કરી રહ્યા છો તેનું કારણ જણાવવાનું રહેશે. તે બાદ ફેસબુક તમારા દાવાને પોતાના સ્તર પર જ સર્ચ કરશે અને જો તમારો દાવો સાચો હશે તો તે નકલી એકાઉન્ટને બંધ કરી દેવામાં આવશે.