જિદ્દી બાળકોને સમજદાર બનાવવા માટે અપનાવો આ પદ્ધતિ

Published on BNI NEWS 2020-05-24 12:22:03

  • 24-05-2020
  • 1188 Views

  માતા-પિતા પોતાના બાળકોની ખુશીઓ માટે ઘણા પ્રકારના નાના-મોટા ત્યાગ કરતા રહેતા હોય છે. બાળકોની દરેક પ્રકારની જીદ પૂરી કરે છે. એ જરૂરી નથી કે માતા-પિતા પોતાના બાળકોની દરેક જીદ પૂર્ણ કરે. ઘણી વખત બાળકો વધારે જીદ કરવા માંગે છે તો માતા-પિતા તેમને ખિજાઈને મારીને પછી જીદ પૂર્ણ કરે છે. પરંતુ આમ કરવું એ અયોગ્ય છે, આમ કરવાથી બાળકો વધારે બગડી જાય છે.
  આમ કરવાથી બાળકોમાં ટૂંકા ગાળા માટે જરૂરી સુધારો આવે છે, પરંતુ તેનાથી ઘણા નુકસાન પણ થાય છે જેની સામે માતા-પિતાનું ધ્યાન જતું નથી. તાજેતરમાં જ એક અભ્યાસમાં એ બાબત સામે આવી છે કે જે લોકો બાળકો સાથે કડકાઈ છે વ્યવહાર કરે છે, તેમના બાળકો ડિપ્રેશનનો શિકાર પણ બની શકે છે. આવા બાળકોનું મનોબળ ઘટી જાય છે જેના કારણે કામ કરવામાં તેને ડર લાગે છે. તમને કેટલીક એવી બાબતો જણાવીશું કે જેનાથી બાળકોને માર્યા વિના અનુશાસનનો પાઠ શીખવી શકાશે. 
  જો તમારું બાળક જમ્યા બાદ તરત જ ચોકલેટની માંગ કરે છે તો તમે ધ્યાન ન આપો અને તેને નજરઅંદાઝ કરો. આમ કરવાથી થોડા સમય બાદ ખુદ પોતે જ આ બાબતને ભૂલી જશે અને સામાન્ય વ્યવહાર કરવા લાગશે.
  મોટાભાગે એવું જોવા મળે છે કે બાળકો તમારા ગુસ્સાનો મજાક બનાવે છે, અને તમને પરેશાન કરે છે એવામાં તમે પહેલાં જો તેને નજર અંદાજ કરશો પરંતુ જો તે સતત આવું કરે છે તો તેને ચેતવણી આપો.
  જો તમારું બાળક કોઈ નવા રમકડા માટે ચેક કરી રહ્યું છે તો તેને જૂનું રમકડું તેની પાસેથી લઈ લો જેથી તે નવા રમકડાં વિશે ભૂલી જશે અને આ નિયમ દરેક ઉંમરના બાળકોને લાગૂ કરી શકો છો.