Whatsappમાં આવી ગયું એ જબરદસ્ત ફીચર, જેની લૉકડાઉનમાં છે સૌથી વધુ જરૂરિયાત

  • Whatsappમાં આવી ગયું એ જબરદસ્ત ફીચર, જેની લૉકડાઉનમાં છે સૌથી વધુ જરૂરિયાત

    • 26-04-2020
    • 1362 Views

    કોરોના લૉકડાઉન દરમિયાન Whatsappએ યુઝર્સની હેલ્પ કરવા માચે અનેક પગલાં લીધાં છે. હવે કંપનીએ ગ્રુપ વૉઇસ અને વીડિયો કૉલિંગ માટે પાર્ટિસિપેંટ્સની સંખ્યા વધારીને 8 કરી દીધી છે. આ ફીચરની ડિમાન્ડ ખૂબ જ વધારે થઇ રહી હતી કારણ કે વીડિયો કૉલિંગની આજકાલ લોકોને ખૂબ જ જરૂર પડી રહી છે.

    Whatsappના હેડ Will Cathcartએ કન્ફર્મ કર્યુ છે કે નવી અપડેટ આગામી અઠવાડિયા સુધી તમામ એન્ડ્રોઇડ અને આઇફોન યુઝર્સને ઉપલબ્ધ કરાવી દેવામાં આવશે. જણાવી દઇએ કે ગત અઠવાડિયે ગ્રુપમાં  પાર્ટિસિપેંટ્સ સાથે કૉલ ઓપ્શનને એન્ડ્રોઇડ અને આઇઓએસ માટે બીટા વર્ઝનમાં લૉન્ચ કરવામાં આવ્યું હતું.

    whatsapp
    જણાવી દઇએ કે ગત અઠવાડિયે ગ્રુપમાં 8 પાર્ટિસિપેંટ્સ સાથે કૉલ ઓપ્શનને એન્ડ્રોઇડ અને આઇઓએસ માટે બીટા વર્ઝનમાં લૉન્ચ કરવામાં આવ્યું હતું.

    વૉટ્સએપ ગ્રુપ કૉલ પાર્ટિસિપેંટ્સની સંખ્યામાં વધારો તેવા સમયમાં કરવામાં આવ્યો છે, જ્યારે લોકો ઘરેથી કામ કરી રહ્યાં છે અને મિત્રો તથા સંબંધીઓથી દૂર છે. ગત મહિનાથી અત્યાર સુધીમાં Zoom, Google Meet, અને Skype જેવા વીડયો કોન્ફ્રેંસિંગ પ્લેટફોર્મની ડિમાન્ડ ખૂબ વધી રહી છે. ઝૂમે તાજેતરમાં જ ઘોષણા કરી હતી કે દુનિયાભરમાં હવે તેના 300 મિલિયન યુઝર્સ છે.

    whatsapp
    ગ્રુપ કૉલ પાર્ટિસિપેંટ્સમાં એક્સટેંશન સાથે જ હવે વૉટ્સએપ આવી વીડિયો કોન્ફ્રેંસી એપ્સને ટક્કર આપી શકે છે. કારણ કે મેસેંજર એપ પ્લેટફોર્મનો યુઝર બેઝ પહેલાથી જ સ્ટ્રોંગ છે. ચેટ્સની જેમ જ વૉટ્સએપના તમામ વીડિયો અને વૉઇસ કૉલ્સ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ છે.

    Whatsappમાં ગ્રુપ વીડિયો અને વૉઇસ કૉલિંગની ફેસિલિટી ગત ઘણાં સમયથી છે. પરંતુ લૉન્ચિંગ સમયથી જ તેમાં 4 પાર્ટિસિપેંટ્સની લિમિટ હતી. જો કે હવે કોવિડ-19 લોકડાઉન સમયે ફેસબુક સીઇઓ માર્ક ઝકરબર્ગે એક ફેસબુક લાઇવ વીડિયો દરમિયાન જણાવ્યું કે કંપની પાસે ગ્રુપ કૉલિંગ પાર્ટિસિપેંટ્સની સંખ્યા વધારવા માટે રિકવેસ્ટ આવી છે. તેને ધ્યાનમાં લેતાં હવે 4ની લિમિટને 8 કરવામાં આવી રહી છે.