ચહેરા પર રૂંવાટીથી છો પરેશાન? આ કારણો છે જવાબદાર

Published on BNI NEWS 2020-04-06 11:15:01

  • 06-04-2020
  • 1585 Views

  મોટાભાગની સ્ત્રીઓને ચહેરા ઉપર વાળ (Facial Hair)હોય છે અને સ્ત્રીઓ તે થવા પાછળનું સાચું કારણ પણ ભાગ્યે જ જાણતી હોય છે. તેઓ પાર્લરમાં જઈને થ્રેડિંગ કે વેક્સિંગ દ્વારા તેનાથી દર થોડા દિવસે છૂટકારો મેળવી લે છે. પરંતુ ચહેરા ઉપરની રુંવાટી ક્યારેક શરીરની આંતરિક માંદગીની પણ ચાડી ખાતી હોય છે એટલે તે અંગે સચોટ નિદાન કરવું જ જોઈએ.

  હેરસ્યુટીઝમ :
  સામાન્ય રીતે આપણા બધાના શરીર ઉપર રુંવાટી તો હોય જ છે. પરંતુ જો તે વધારે હોય તો તે હરેસ્યુટીઝમ તરીકે ઓળખાય છે.

  વધારે પુરુષ (મેલ) હોર્મોન
  સ્ત્રીની ઓવરી તથા એડ્રેનલ ગ્રંથિમાંથી એંડ્રોજનનું (પુરુષના લક્ષણોને ઉત્તેજિત કરતા હોર્મોન) ઉત્પાદન વધી જાય ત્યારે હેરસ્યુટીઝમ થાય છે. આ બાબત પોલી સિસ્ટિક ઓવરેરિયન સિન્ડ્રોમ (પીસીઓએસ) તરીકે જાણીતી છે. જે સ્ત્રીને આવી તકલીફ હોય તેમને માસિકધર્મ અનિયમિત, સ્થૂળતા, અફળદ્રુપતા અને હેરસ્યુટીઝમ જેવી તકલીફ હોય છે.

  આ રોગનું પરીક્ષણ માસિકધર્મની વિગતો, શારિરીક તપાસ અને હોર્મોન મૂલ્યાંકન તથા સોનોગ્રાફી દ્વારા થઈ શકે છે. જોકે એવું જરૃરી નથી કે ચહેરા ઉપર રુંવાટી ધરાવતી બધી જ સ્ત્રીઓ પીસીઓએસથી પીડાતી હોય. બની શકે તેમનું એન્ડ્રોજનનું સ્તર સામાન્ય હોય છતાં તેઓ ચહેરા ઉપર વાળની સમસ્યાથી પીડાતી હોય છે.

  આક્રમક વ્યક્તિત્વની અસર

  હોમિયોપેથી વિજ્ઞાાનમાં દરદીનો ચોક્કસ પ્રકારનો રોગ સાજો કરવાને બદલે તેની સંપૂર્ણ શારિરીક સારવાર કરવામાં આવે છે તેથી તેની સંપૂર્ણ શારિરીક અને માનસિક વિગત મેળવવી જરૃરી છે. જોકે હેરસ્યુટીઝમથી પીડાતી મોટાભાગની સ્ત્રીઓ આક્રમક, મહત્ત્વાકાંક્ષી, સંઘર્ષમય જીવન જીવતી તથા ઓછી સંવેદનશીલ હોવાનું જાણવા મળ્યુ છે.

  દવાની તપાસ કરો :
  ફેનીટોઇન, ડાઇઝેકિસાઇડ, મીની એક્સસાઇડ અને સીકલોસ્પોરીન જેવી દવાઓને લીધે પણ હેરસ્યુટીઝમ થાય છે એન્ડ્રોજનની સારવાર કે દર સપ્તાહે એન્ડ્રોજન માટે પ્રોજેસ્ટ્રોન અથવા ડેનઝોલ જેવી દવાઓ લેવાથી પણ તે થાય છે.

  સ્થૂળતા :
  સ્થૂળ વ્યક્તિના શરીરમાં એડિપોસ ટીશ્યુ જોવા મળે છે. આ એડિપોસ ટીશ્યુમાં એસ્ટ્રોજનનું રૃપાંતર એન્ડ્રોજનમાં થાય છે. અને તેથી એડીપોસ ટીશ્યૂ પણ હેરસ્યુટીઝમનું કારણ બને છે.

  ચહેરાની રુંવાટી દૂર કરવાના સામાન્ય ઉપાયો
  જો ચહેરા ઉપર થોડા આછા અને એકદમ પાતળા વાળ હોય તો તમે બ્લીચિંગથી જ કામ ચલાવી શકો છો. વેક્સિંગ અને થ્રેડિંગ પણ એક ઉપાય છે. પણ જો વાળ જાડા અને ઘેરા હોય તો વાળને મૂળમાંથી દૂર કરવા ઇલેક્ટ્રીકલ એપીલેશનની મદદ લેવી જરૃરી છે.જોકે ઇલેક્ટ્રિક્લ એપીલેશન બે પ્રકારે થાય છે- ઇલેક્ટ્રોલાયસીસ અને ડાયથર્મી. જોકે આ પદ્ધતિ કોઈ નિષ્ણાત પાસે લાંબો સમય કરાવવી પડે છે, તેમ છતાં વાળ પાછા આવવાની શક્યતા પણ રહેલી છે.

  આ સમસ્યાનું કાયમી સમાધાન
  વાળ દૂર કરવાના કામચલાઉ ઉપાયો અપનાવવાને બદલે સંપૂર્ણ પરીક્ષણ બાદ સચોટ નિદાન કરીને તેની સારવાર કરાવવી જરૃરી છે. જેમાં એન્ડ્રોક્રીનની અસમતુલા, સ્થૂળતા અને દવાઓનું પરીક્ષણ ખૂબ જરૃરી છે.

  હોમિયોપેથી અને હેરસ્યુટીઝમ
  હોમિયોપેથી સારવારમાં વ્યક્તિના વ્યક્તિગત લક્ષણોને ધ્યાનમાં રાખીને તેને સ્થૂળતા, હોર્મોનની અસમતુલા તથા અન્ય તકલીફની સારવાર આપી શકાય છે.

  હોમિયોપથીમાં, ઓલિયમ જેક્રાઇસ એસ્લીને જો યોગ્ય પોટેન્સીમાં પરીક્ષણ બાદ આપવામાં આવે તો અસરકારક સાબિત થાય છે. તે ઉપરાંત સેપિયા, કલકેસિયાકાર્બ, લેચેસીસ, લેક કેન, પલ્સેટીસા પણ આપી શકાય છે.હવે અરીસામાં તમારો ચહેરો જોઈ નિસાસો નાખવાને બદલે તે વિશે તમારા ડોક્ટરને મળીને યોગ્ય ઉપાય કરો.