સમારેલા ફળ નહીં પડે કાળા, અજમાવો આ એકદમ સહેલી કિચન ટિપ્સ

 • સમારેલા ફળ નહીં પડે કાળા, અજમાવો આ એકદમ સહેલી કિચન ટિપ્સ

  • 23-01-2020
  • 2863 Views

  ફળ ખાવાનું બધા લોકોને પસંદ હોય છે. કેટલાંક લોકો ફ્રુટ ખાવાનાં એટલાં શોખીન હોય છે કે તે લોકો ઓફિસમાં પણ ફળ લઈને જતા હોય છે પરંતુ કેટલીક વાર ફ્રુટ ડબ્બામાં બંધ હોવાને કારણે તે ખરાબ થઈ જાય છે અને ખાવાની ઈચ્છા નથી થતી. તો ઘણીવાર બહુ બધા ફળ સમારી લઈએ છીએ પણ તે ખરાબ થઈ જવાના ડરથી તેને સ્ટોર નથી કરી શકતા. આજે અમે તમેન કેટલીક ટિપ્સ વિશે જણાવીશું, જેનાથી ફળનો રંગ બદલાશે નહીં અને તે એકદમ તાજા રહેશે.

  ફળને તાજા રાખવાની ટિપ્સ
  લીંબુનો રસ
  ફળને સમારી લીધા પછી તેનાં પર સારી રીતે લીંબુનો રસ છાંટવો અને તેના પછી તેને ફ્રિઝમાં સ્ટોર કરો. તેનાથી ફળ આખો દિવસ તાજા રહેશે અને તેનો કલર પણ નહીં બદલાય
  એલ્યુમિનિયમ ફોયલ
  જો તમે ફળને ઓફિસમાં લઈ જવા માટે પેક કરતા હોય તો તેને એલ્યુમિનિયમ ફોયલમાં પેક કરો. તેના પછી તેમાં નાના-નાના હોલ કરી દો. તેનાથી ફળની સુંગધ પણ નહીં જાય અને તે એકદમ ફ્રેશ રહેશે.
  સાઈટ્રિક એસિડ પાવડર
  ફળને સમારી લીધા પછી તેના પર સાઈટ્રિક એસિડ પાવડર લગાવો. તેનાથી ફળનો સ્વાદ, સુંગઘ અને ફ્રેશ રહેશે.
  બરફ વાળું પાણી
  સમારેલાં ફળને ડબ્બામાં બંધ કરી દીધા પછી તેને બરફનાં પાણીમાં રાખવા. આવું કરવાથી 3-4 કલાક સુધી સમારેલાં ફળ તાજા રહેશે.