એક એવું રહસ્યમય ગામ જ્યાં રહેનાર દરેક લોકો છે ઠીંગુજી, ઘર જોઇને આંખો થઇ જશે પહોળી

 • એક એવું રહસ્યમય ગામ જ્યાં રહેનાર દરેક લોકો છે ઠીંગુજી, ઘર જોઇને આંખો થઇ જશે પહોળી

  • 23-01-2020
  • 1149 Views

  આજથી આશરે દોઢસો વર્ષ પહેલા ઇરાનના આ ગામમાં ઘણા ઠીંગણા લોકો પણ રહેતા હતા. ગામનું નામ માખુનિક છે જે ઇરાન-અફઘાનિસ્તાન સીમાથી આશરે 75 કિલોમીટર દૂર છે. તમે કદાચ ગુલિવરની રસપ્રદ સફળ વાળી વાર્તાઓ વાંચી હશે. તમને યાદ પણ હશે કે ગુલિવર લિલિપુટ નામના એક ટાપુ પર પહોંચી ગયો હતો જ્યાં 15 સેન્ટિમિટર કદ વાળ ઘણા ઠીંગણા લોકોએ તેને કેદ કરી લીધો હતો. આ વાત ચોંકાવનારી લાગે છે કે ઠીંગણા લોકો કેવા લાગે છે. મનમાં સવાલ પણ થતો હશેકે નાના-નાના મનુષ્ય પણ હોય છે કે વાર્તામાં જ તેનો ઉલ્લેખ કરવામાં આવે છે. વાસ્તવમાં આટલા વધારે નાના વ્યક્તિઓ હોતા નથી પરંતુ સરેરાશ કદ વાળા ઠીંગણા લોકો હોય છે.
  માનવામાં આવે છે કે આજથી આશરે 150 વર્ષ પહેલા ઇરાનના એક ગામમાં ખૂબ ઓછા કદ વાળા ઠીંગણા લોકો રહેતા હતા. આ ગામનું નામ છે માખુનિક જે ઇરાન-અફઘાનિસ્તાન સીમાથી આશરે 75 કિલોમીટર દૂર છે. જોકે આજે પણ આ ગામમાં ઠીંગણા લોકો જ રહે છે. હાલના સમયમાં ઇરાનના લોકોની જેટલી સરેરાશ લંબાઇ છે, તેનાથી આશરે 50 સેન્ટીમીટર ઓછી લંબાઇના લોકો અહીં રહે છે. 2005માં ખોદકામ દરમિયાન આ ગામથી એક મમ્મી મળ્યુ હતું જેની લંબાઇ માત્ર 25 સેન્ટીમીટર હતી. આ મમ્મી મળ્યા બાદ માનવામાં આવી રહ્યું છે કે આ ગામમાં ઘણા ઓછી લંબાઇ વાળા લોકો પણ રહેતા હતા.
  જોકે, કેટલાક જાણકાર પણ માને છે કે આ મમ્મી સમય કરતા પહેલા જન્મેલા કોઇ બાળકનું પણ હોય શકે છે. જેની 400 વર્ષ પહેલા મોત થઇ હશે. તે લોકો આ વાત પર વિશ્વાસ કરતા નથી કે માખુનિક ગામના લોકો ખૂબ ઠીંગણા હતા.
  માખુનિક ગામ ઇરાનના દીગર આબાદી વાળા વિસ્તારથી બિલકુલ અલગ છે આ ગામ સુધી કોઇપણ રસ્તો આવતો નથી. 20મી સદીના મધ્યમાં આ વિસ્તારમાં રસ્તાઓ બનાવવામાં આવ્યા. ગાડીઓની અવર-જવર શરૂ થઇ તો અહીંના લોકોએ ઇરાનના મોટા શહેરોમાં આવી કામ કરવાનું શરૂ કર્યું.
  ધીમે-ધીમે અહીંના લોકોની ખાણી-પીણી બદલાવવા લાગી. જોકે, આજે પણ આ ગામના અનેક લોકો ઠીંગણા છે અને ગામના જૂના ઘર આજે પણ આ વાતની યાદ અપાવે છે કે ક્યારેક અહીં ઓછી લંબાઇ વાળા લોકો રહેતા હતા.