બેસનથી બનતા ફેસપેકનો ઉપયોગ કરો અને ઓઈલી સ્કિનથી છૂટકારો મેળવો.

Published on BNI NEWS 2021-12-12 14:12:07

    • 12-12-2021
    • 1909 Views

    નોંધ : ત્વચા પર કોઈપણ વસ્તુનો ઉપયોગ કરતાં પહેલાં તેનો પેચ ટેસ્ટ કરી લો.કોઈપણ ઉપાય અજમાવતા પહેલાં નિષ્ણાંતની સલાહ લો. 
    જે લોકોની ઓઈલી સ્કિન હોય છે તે જ લોકો જાણે છે કે ચીકણી ત્વચા કેટલું ઇરીટેટ કરે છે.તૈલી ત્વચાના કારણે ચહેરા પર ખીલ,બ્લેક હેડ્સ,વ્હાઈટ હેડ્સ વગેરે સમસ્યાઓ થઈ શકે છે.પરંતુ તમે આ સમસ્યાઓને માત્ર બેસનની મદદથી દૂર કરી શકે છે અને તમારી સ્કિન ખુલીને શ્વાસ લેવા લાગશે. કારણ કે ચહેરાથી વધારાનું તેલ દૂર થવાથી રોમછિદ્રોને પર્યાપ્ત ઓક્સિજન મળી શકશે.
    જાણો સ્કિન માટે બેસનના ઉપયોગ વિશે...
    " ઓઈલી સ્કિન માટે બેસનનું ફેસ પેક : ઓઈલી સ્કિનથી છૂટકારો મેળવવા માટે તમે બેસનમાંથી બનતા આ ફેસપેકનો ઉપયોગ કરી શકો છો.બેસન ચેહરા પરથી વધારાનું તેલ શોષી લે છે અને તમને ઓઈલ-ફ્રી સ્કિન પ્રદાન કરે છે. 
    " બેસન અને દહીનું ફેસપેક : દહીના એન્ટી-બેક્ટેરિયલ ગુણના કારણે ત્વચા સંક્રમણ મુક્ત થાય છે.તેના માટે થોડુક બેસન લઈને તેમાં બે ચમચી દહીં મિક્સ કરીને પેસ્ટ બનાવી લો.આ પેસ્ટને ચહેરા પર વીસ થી પચ્ચીસ મિનિટ સુધી લગાવીને રાખો અને ત્યારબાદ સામાન્ય પાણીથી ધોઈ નાંખો. 
    " બેસન અને દૂધ ફેસપેક : તૈલીય ત્વચાથી રાહત મેળવવા માટે આ ફેસપેક બનાવવું એકદમ સરળ છે.તેના માટે બેસનમાં થોડુક દૂધ મિક્સ કરીને પેસ્ટ બનાવી લો.આ પેસ્ટને ચહેરા પર લગાવીને અડધા કલાક સુધી સુકવવા દો અને ચહેરાને સામાન્ય પાણીથી ધોઈ નાંખો તેનાથી ચહેરાના ડાઘ-ધબ્બા દૂર થઈ જશે. 
    " બેસન અને હળદર ફેસપેક : બેસન અને હળદર ફેસપેક ત્વચાથી વધારાનું તેલ કાઢવા ઉપરાંત સંક્રમણને પણ અટકાવે છે.તેના માટે બેસનમાં થોડીક હળદર અને પાણી મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને ચહેરા પર લગાઓ અને સુકવવા દો.ત્યાર બાદ પાણીથી ધોઈ નાંખો. 
    " બેસન અને ટામેટાનું ફેસપેક : તમે ટામેટાની મદદથી ટેનિંગ દૂર કરી શકો છો અને બેસન ઓઈલ દૂર કરવામાં મદદ કરે છે.બેસનમાં થોડોક ટામેટાનો રસ મિક્સ કરીને પેસ્ટ બનાવી લો.આ પેસ્ટને ચહેરા પર લગાવીને અડધા કલાક સુધી સુકવવા દો.ત્યાર બાદ નોર્મલ પાણીથી ધોઈ નાંખો.