લોખંડી પુરૂષ સરદાર પટેલની જન્મ જયંતિએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાત આવે તેવી શક્યતા.

Published on BNI NEWS 2020-08-17 11:58:24

    • 17-08-2020
    • 351 Views

    ૩૧મી ઓક્ટોબરે લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની એક દિવસીય મુલાકાતે આવી શકે છે.કેવડિયા કોલોની ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવા આયોજન કરાયુ છે.ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહે તેવી સંભાવના છે.ઉલ્લેખનીય છેકે, લોકડાઉન બાદ નરેન્દ્ર મોદીની આ ગુજરાતની પ્રથમ મુલાકાત હશે.સ્ટેચ્યૂ ઓફ યુનિટીને ત્રણ વર્ષ પૂર્ણ થવા આવશે ત્યારે રાષ્ટ્રીય એકતા દિવસે પરેડ સહિત અન્ય કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યાં છે.
    સૂત્રોના મતે આગામી ૧૯ મી ઓગષ્ટે મુખ્ય સચિવ અનિલ મુકિમના વડપણ હેઠળ એક ઉચ્ચસ્તરીય બેઠક મળશે જેમાં આ કાર્યક્રમને લઈને વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે.જોકે કોરોનાની મહામારીને લઈને રાષ્ટ્રીય એકતા દિવસે મર્યાદિત લોકો સાથે આખોય કાર્યક્રમ ઉજવવા આયોજન થઈ રહ્યુ છે. 
    ગુજરાતની એક દિવસીય મુલાકાત દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી આઈએએસની પરિક્ષા ઉતિર્ણ કરનારાં યુવાઓને પણ સંબોધન કરશે.ગૃહવિભાગે અત્યાર થી તૈયારીઓ પણ શરૂ કરી દીધી હોવાનુ જાણવા મળ્યુ છે.