21મી જુલાઈથી અમરનાથ યાત્રાને કેન્દ્ર સરકારે આપી મંજૂરી

Published on BNI NEWS 2020-07-09 11:33:22

  • 09-07-2020
  • 1469 Views

  કેન્દ્ર સરકારની મળેલી બેઠકમાં એક મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં કેન્દ્રીય મંત્રીઓની હાજરીમાં મળેલી ઉચ્ચ સ્તરીય બેઠક બાદ 21મી જુલાઈથી અમરનાથ યાત્રાને કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે. સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો પાળવાની સાથે સાથે એક દિવસમાં વધુમાં વધુ ૫૦૦ પ્રવાસીઓ જ દર્શન કરી શકશે. બાબા અમરનાથ ઉપરાંત વૈષ્ણોદેવીના દર્શન પણ યાત્રાળુઓ કરી શકશે.

  ૨૧મી જુલાઈથી અમરનાથ યાત્રાના પહેલા સંઘને રવાના કરવાની પરવાનગી અપાશે
  આગામી ૨૧મી જુલાઈથી અમરનાથ યાત્રાના પહેલા સંઘને રવાના કરવાની પરવાનગી અપાશે. કોરોના વાયરસના કારણે દિવસમાં ૫૦૦ શ્રધ્ધાળુઓથી વધુને અમરનાથ કે વૈષ્ણોદેવી જવા દેવાશે નહીં. તમામ શ્રદ્ધાળુઓએ સોશિયલ ડિસ્ટન્સિંગ ઉપરાંત માસ્ક પહેરવા સહિતના નિયમો પાળવા પડશે.

  દિવસમાં ૫૦૦ શ્રધ્ધાળુઓથી વધુને અમરનાથ કે વૈષ્ણોદેવી જવા દેવાશે નહીં
  અમરનાથ અને વૈષ્ણોદેવી એમ બંને ધાર્મિક સ્થળો જમ્મુ-કાશ્મીરમાં આવેલા છે. શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે આખા રસ્તામાં સુરક્ષાદળોના જવાનો ૨૪ કલાક પહેરો ભરશે. બાલટાલના રસ્તે અત્યારે બે જ લંગરની પરવાનગી અપાઈ છે.  સેનેટાઈઝર્સથી લઈને પીપીઈ કિટ સુધીની વ્યવસ્થા કરવામાં આવી છે. સુરક્ષાના કારણોસર લંગરના સ્થળે કોઈને ય રહેવાની પરવાનગી નહીં અપાય. સામાન્ય રીતે લંગરમાં ભોજનની વ્યવસ્થા ઉપરાંત યાત્રાળુઓ રહી શકે એવી પણ વ્યવસ્થા થતી હોય છે.