ગેંગસ્ટર વિકાસ દુબેનાં વધુ બે સાથીનું થયું એન્કાઉન્ટર, કાનપુરમાં પ્રભાત તો ઈટાવામાં રણબીર શુક્લાને ઠાર

Published on BNI NEWS 2020-07-09 11:30:32

  • 09-07-2020
  • 1325 Views

  ઉત્તર પ્રદેશના કાનપુરમાં પોલીસની હત્યા કરનાર હિસ્ટ્રીશીટર વિકાસ દુબે હાલ ફરાર છે પરંતુ આ કુખ્યાત ગેંગસ્ટરના બે સાથીઓ ને પોલીસે ઠાર કર્યા છે. ઈટાવામાં રણબીર શુક્લા અને  કાનપુરમાં પ્રભાત મિશ્રાને ઠાર મારવામાં આવ્યો છે. પોલીસ સાથે અથડામણ દરમ્યાન પ્રભાત મિશ્રાએ પોલીસ પર ફાયરિંગ કર્યુ હતુ અને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જે દરમ્યાન પોલીસે તેને ઠાર કર્યો હતો. પોલીસે  પ્રભાત મિશ્રાની ફરીદાબાદથી ધરપકડ કરી હતી. અને તે ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

  ઈટાવામાં રણબીર શુક્લા અને  કાનપુરમાં પ્રભાત મિશ્રાને ઠાર મારવામાં આવ્યો
  કાનપુરમાં થયેલા હત્યાકાંડ મામલે પોલીસ આરોપી વિકાસ દુબેને શોધવા માટે ઉત્તરપ્રદેશ સહિત આસપાસના રાજ્યોમાં પણ તપાસ કરી રહી છે અને તેના પરનું ઈનામ અઢી લાખથી વધારીને પાંચ લાખ રૂપિયા કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ચૌબેપુરમાં જે આઠ પોલીસકર્મીઓની હત્યા થઈ છે. તે મામલે પોલીસ મુખ્ય આરોપી વિકાસ સાથે તેના સાગરીતોને પણ શોધી રહી છે. આ મામલે આરોપી વિકાસના સાગરીત અમર દુબેને એન્કાઉન્ટરમાં ઠાર કરવામાં આવ્યો છે. જ્યારે અન્ય સાગરીત શ્યામૂ વાજપેયીને કાનપુર પોલીસે દબોચી લીધો છે. આ બંને આરોપીઓની માથે પણ 25 હજાર રૂપિયાનું ઈનામ રાખવામાં આવ્યું હતું.

  મહત્વનું છે કે વિકાસ દુબેનો સાગીરત અમર દુબે પણ આઠ પોલીસ કર્મીઓની હત્યામાં સામેલ હતો. જેને પોલીસ દ્વારા આજે સવારે એન્કાઉટરમાં ઠાર કરવામાં આવ્યો છે. જણાવી દઈએ કે, કાનપુરમાં 8 પોલીસ કર્મીને મોતને ઘાટ ઉતારનાર વિકાસ દુબે મંગળવારે પોલીસને ચકમો આપીને ફરાર થઈ ગયો છે. ફરીદાબાદના બડખલમાં સ્થિત ઓયો હોટલમાં સીસીટીવી કેમેરામાં એક શખ્સ કેદ થયો છે અને પોલીસનું એવું માની રહી છે કે તે વિકાસ દુબે જ છે.

  ફરીદાબાદ પોલીસે આસપાસના વિસ્તારની પોલીસને પણ સીસીટીવી ફુટેજ આપીને સતર્ક કરી દીધી છે. સાથે જ ગુરુગ્રામના પોલીસ કમિશનર કેકે રાવે પણ ઓફિશિયલ ગ્રુપમાં તે ફુટેજને નાખીને તમામ પોલીસ કર્મીઓને સતર્ક કરી દીધા છે. તેમણે એવું પણ કહ્યું છે કે, આરોપી ગુરુગ્રામમાં પ્રવેશી શકે છે અને તેની પાસે તેની કોઈ ગાડી નથી. જેથી તે ટેક્સી ઓટો કે અન્ય સાધન કરીને ગુરુગ્રામમાં પ્રવેશ કરી શકે છે. તદ્ઉપરાંત કમીશ્નરે વધું માહિતી આપતા એવું કહ્યું છે કે, આરોપી થોડોક લંગડા પગે ચાલે છે અને તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને કમિશનર કેકે રાવે બોર્ડર પર પોલીસનો ચુસ્તબંદોબસ્ત ગોઠવી દીધો છે.