જીવલેણ વાયરસના સંદર્ભે PM મોદી આજે 21 રાજ્યોનાં મુખ્યમંત્રીઓ સાથે કરશે સંવાદ

Published on BNI NEWS 2020-06-16 12:37:12

    • 16-06-2020
    • 1477 Views

    કોરોના સંકટ વચ્ચે આજથી બે દિવસ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્યપ્રધાનો સાથે વીડિયો કોન્ફરન્સિંગથી વાતચીત કરવાના છે. પીએમ મોદી આજે 21 રાજ્યોના મુખ્ય પ્રધાનો સાથે કોરોનાના સંદર્ભે ચર્ચા કરશે. આવતીકાલે બપોરે પણ તેઓ 17 રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે વાતચીત કરવાના છે.

    જેમાં સીએમ વિજય રૂપાણીનો પણ સમાવેશ થાય છે. દેશભરમાં અનલોક -1 જાહેર થયા બાદ મુખ્યપ્રધાનો સાથે વડાપ્રધાનની પહેલી બેઠક છે.આ અગાઉ તેઓ પાંચ વખત સીએમ સાથે સંવાદ કરી ચુક્યા છે. દેશમાં જે રાજ્યમાં કોરોનાનું સંકટ વધુ છે..તેવા રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ચર્ચા કરવાના છે..જેમાં મહારાષ્ટ્ર, દિલ્હી, ગુજરાત, રાજસ્થાન સહિતના રાજ્યોનો સમાવેશ થાય છે.
    અનલોક -1 જાહેર થયા બાદ મુખ્યપ્રધાનો સાથે વડાપ્રધાનની પહેલી બેઠક
    સમગ્ર દેશમાં જીવલેણ કોરોનાનો ભરડો યથાવત છે. ત્યારે દેશભરમાં અનલોક-1 લાગુ થયા બાદ કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે..અને કુલ મૃત્યુઆંક 10 હજારને નજીક પહોંચી ગયો છે. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 9 હજાર 915 થયો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 10 હજાર 14 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 396 દર્દીઓના મોત થયા છે.દેશમાં કોરોનાના કુલ પોઝિટિવ કેસની સંખ્યા ત્રણ લાખ 43 હજારથી વધુ થઈ છે..જેમાં એક લાખ 52 હજારથી વધુ એક્ટિવ કેસ છે.. દેશમાં એક લાખ 80 હજારથી વધુ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.