અમેરિકા જેવી સ્થિતિ ના થાય તે માટે મોદી સરકારનો કોરોના પર કાબૂ મેળવવાનો પ્લાન તૈયાર

Published on BNI NEWS 2020-06-14 11:47:41

  • 14-06-2020
  • 1038 Views

  ભારતમાં કોવિડ-19ના વધતા કેસોની વચ્ચે કેન્દ્ર સરકાર હવે રાજ્યોની સાથે મળીને મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રકચરને વધુ સુધારશે. આવતા બે મહિનામાં જ્યારે મોનસૂન પૂરી તાકાતથી ભારતમાં ટકરાશે ત્યારે એ શહેરો પર ફોકસ રહેશે જ્યાં ઇન્ફેકશન ખૂબ જ વધુ છે અથવા તો સેંકડો હોટસ્પોટ છે. આ નિર્ણય શનિવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સમીક્ષા બેઠક દરમ્યાન લેવાયો. આ મીટિંગમાં ચર્ચા એ વાત પર થઇ કે વધતા કેસને રોકવા માટે કોવિડ દર્દીઓની સારવાર અને મેનેજમેન્ટને વધુ શ્રેષ્ઠ કરવા પડશે.

  ભારતને અમેરિકા બનવા દેવામાં આવશે નહીં…

  દેશમાં કેસીસ ડબલ થવાનો તાજેતરનો રેટ જોતા તો લગભગ 80 દિવસમાં 25 લાખ કેસ હોઇ શકે છે. સૂત્રોએ કહ્યું કે ભારતને અમેરિકા જેવી સ્થિતિથી બચાવા માટે સોશિયલ ડિસ્ટેંસિંગ અને કંટેનમેંટ સ્ટ્રેટજીને વ્યવસ્થિત લાગૂ કરવાની જરૂર છે. આ રિવ્યુ મીટિંગમાં વરિષ્ઠ મંત્રી અને ટોચના બ્યુરોક્રેટ્સ સામેલ થયા. કેટલીક સંભાવનાઓ પર એક પ્રેઝન્ટેશન આપ્યું. જેમાં વધુ કેસીસવાળા રાજ્યોને ડીલ કરવા પર જોર આપ્યું. માર્ચ બાદથી ટેસ્ટિંગ અને ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલ વધી છે પરંતુ તે પૂરતી નથી.

  ફોકસ-દરરોજ કેસીસની સંખ્યામાં ના આવે ઉછાળો

  અત્યારે ભારતમાં કોવિડ-19 કેસ વધતા રહેવાની આશંકા છે. મીટિંગમાં અધિકારીઓએ કહ્યું કે જો 7 દિવસનો ડબલિંગ રેટ હોત તો અત્યાર સુધીમાં 10 લાખથી વધુ કેસીસ આવી ચૂકયા હોત. સરકારની કોશિષ છે કે દરરોજ કોરોનાના કેસમાં કેટલાંય ગણો વધારો ના થાય. નીતિ આયોગના સભ્ય અને મેડિકલ ઇમરજન્સી મેનેજમેન્ટ પ્લાનવાળા ગ્રૂપના કન્વીનર, વિનોદ પૉલ એ અત્યારની સ્થિતિ અને સંભવિત સ્થિતિને લઇ એક વિસ્તૃત પ્રેઝન્ટેશન આપ્યું.

  શહેર અને જિલ્લા પ્રમાણે કેટલાં બેડ્સની જરૂરિયાત?

  PMOએ એખ નિવેદનમાં કહ્યું કે અમે જોયું કે કુલ કેસમાંથી બે તૃત્યાંશ પાંચ રાજ્યોમાં છે. ખાસ કરીને મોટા શહેરોમાં. ડેલી કેસીસની પીકને ઉકેલવાના પડકારને જોતા ટેસ્ટિંગ શ્રેષ્ઠ કરવાની સાથો સાથ બેડ્સની સંખ્યા અને સર્વિસીસને શ્રેષ્ઠ કરવા પર ચર્ચા થઇ. પીએમ એ શહેર અને જિલ્લાના હિસાબથી હોસ્પિટલો અને આઇસોલેશન બેડ્સની જરૂરિયાતને પણ નોટ કરી. તેમણે સ્વાસ્થ્ય મંત્રાલયને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સાથે મળીને ઇમરજન્સી પ્લાનિંગ કરવાનો નિર્દેશ આપ્યો છે.

  પ્રધાનમંત્રીએ સ્વાસ્થ્ય મંત્રાલયને કહ્યું કે તેઓ આગામી મોનસૂનને ધ્યાનમાં રાખીને પોતાની તૈયારીઓ કરે. પીએમ અને સીનિયર મંત્રીઓએ સફળતાપૂર્વક કોરોનાને રોકવા માટે કેટલાંય રાજ્યો, જિલ્લાઓ અને શહેરોના કામના વખાણ કર્યા.