મુંબઈમાં ફસાયેલા મુસાફરોએ 31 મે સુધી વિમાન ઉડવાની રાહ જોવી પડશે જાણો કેમ

Published on BNI NEWS 2020-05-24 11:56:10

  • 24-05-2020
  • 1145 Views

  મહારાષ્ટ્રમાં ફસાયેલા લોકોએ બહાર જવા માટે ઘણી રાહ જોવી પડશે. મહારાષ્ટ્ર સરકારે હજી સુધી તેના 19 મેના લોકડાઉન ઓર્ડરમાં સુધારો કર્યો નથી. જેમાં 31 મે સુધી મુસાફરોની તમામ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. કેન્દ્રએ 25 મેથી ઘરેલુ ફ્લાઇટ્સ ફરીથી શરૂ કરવાની યોજના બનાવી છે. જે મહારાષ્ટ્રની મંજૂરી વગર શક્ય બની શકે તેમ નથી. મહારાષ્ટ્ર સરકારે હજી વિમાનો ઉડાવવા અંગે મંજૂરી આપી નથી. લોકડાઉનને કારણે મહારાષ્ટ્રમાં ફસાયેલા લોકોને રાહ જોવી પડશે. અમુક પ્રકારની ફ્લાઇટ્સને જ મંજૂરી આપી હતી. ઘરેલું તબીબી સેવાઓ, ઘરેલું હવા એમ્બ્યુલન્સ અને સલામતી સંબંધિત ફ્લાઇટ્સ અપવાદ છે.
  પેસેન્જર માટે ફ્લાઇટ્સ 25 માર્ચથી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી, ત્યારથી સ્થગિત કરી દેવામાં આવી છે
  મહારાષ્ટ્રમાં સૌથી વધું કોરોના ચેપ હોવાથી રાજ્યમાં મુસાફરોની તમામ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય મુસાફરી ત્યાં સુધી પ્રતિબંધિત રહેશે. મહારાષ્ટ્ર સરકારે શનિવારે કેન્દ્ર સરકારને તેનું કારણ આપ્યું છે. રાજ્ય સરકારનું કહેવું છે કે તેના મહત્વપૂર્ણ શહેરો, મુંબઇ અને પૂના રેડ ઝોનમાં ટ્રાફિક અને લોકોની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ છે. આવી સ્થિતિમાં, અમે એરલાઇન શરૂ કરી શકતા નથી.
  મહારાષ્ટ્ર સરકારે શનિવારે કેન્દ્ર સરકારને તેનું કારણ આપ્યું
  ભારત ઓગસ્ટ પહેલા આંતરરાષ્ટ્રીય મુસાફરોની ફ્લાઇટ શરૂ કરવાનો પ્રયાસ કરશે. મુસાફરો માટે આરોગ્ય સેતુ એપ્લિકેશન જરૂરી નથી અને તેના બદલે તેઓ સ્વ-ઘોષણાત્મક ફોર્મ આપી શકે છે. આમ મોદી સરકારે પોતાનો નિર્ણય બલદવો પડ્યો છે. ભારતમાં તમામ પેસેન્જર માટે ફ્લાઇટ્સ 25 માર્ચથી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી ત્યારથી સ્થગિત કરી દેવામાં આવી છે. જેને બે મહિના પૂરા થયા છે.