વિશાખાપટ્ટનમના ઉદ્યોગમાં રાસાયણિક ગેસ લીક થતા ૨ બાળકો સહિત ૮ ના મોત : ૧૦૦૦ થી વધુ લોકો બિમાર : વડાપ્રધાને તાત્કાલિક બોલાવી બેઠક.

 • વિશાખાપટ્ટનમના ઉદ્યોગમાં રાસાયણિક ગેસ લીક થતા ૨ બાળકો સહિત ૮ ના મોત : ૧૦૦૦ થી વધુ લોકો બિમાર : વડાપ્રધાને તાત્કાલિક બોલાવી બેઠક.

  • 07-05-2020
  • 529 Views

  સોન્જય,
  આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમ માં આવેલા એલજી પોલિમર ઉદ્યોગમાં રાસાયણિક ગેસ લીક થયો હતો.આ ઘટનામાં આરઆર વેંકટપુરમ ગામમાં ગુરુવારે સવારે સાત લોકોનું મૃત્યું નિપજ્યું છે જ્યારે ૮૦૦ થી વધુ લોકો હોસ્પિટલમાં ભર્તી છે.વિશાખાપટ્ટનમના વેંકટપુરમ ગામમાં ગુરુવારે સવારે લગભગ ૩  વાગ્યે કેમિકલ ફેક્ટરી માંથી ગેસ લિક થવાથી ૮ લોકોના મોત થયા હતા.જેમાં એક બાળક પણ સામેલ છે.રાજ્યના ડીજીપી દામોદર ગૌતન સવાંગે જણાવ્યું કે ગેસની અસરથી ૮ લોકોના મોત થયા છે.
  ત્યારે એક વ્યક્તિ અફરા તફરીમાં ભાગતા ભાગતા કુવામાં પડી ગયા હતા.આ ગેસ મલ્ટીનેશનલ કંપની એલજી પોલિમર્સ ઈન્ડસ્ટ્રીના પ્લાન્ટ માંથી લીક થયો હતો.મીડિયા રિપોર્ટસ અનુસાર એક હદાર થી વધુ લોકો બિમાર પડ્યા છે.આ સાથે જ ઘટનાને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય ડિઝાસ્ટર મેનેજમેન્ટની તાત્કાલિક બેઠક બોલાવી છે બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રાજનાથ સિંહ પણ ઉપસ્થિત રહ્યા છે.જો કે ગેસ લીકેજ ઉપર કાબૂ મેળવી લેવાયો છે.દુર્ઘટના બાદ એનડીઆરએફ,એનડીએમએ અને રાજ્યની ટીમોએ રેસ્કયૂ ઓપરેશન શરી કરી દીધુ છે અને નૌસેનાની ટીમ પણ પહોંચી ગઈ છે.
  રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદએ કહ્યું કે વિશાખાપટ્ટનમમાં ગેસ લીકેજની સામાચાર સાંભળી દુખ થયું.પીડિત પરિવારો પ્રતિ મારી સંવેદના છે.હું ઈજાગ્રસ્તો અને તમામ માટે સુરક્ષાની પ્રાર્થના કરું છું.સાથેજ રાહુલ ગાંધીએ કાર્યક્રતાઓને લોકોની મદદ માટે આદેશ આપ્યો છે.ગૃહમંત્રી અમિત શાહે પણ વિશાખાપટ્ટનમ દુર્ઘટના અંગે દુખ વ્યક્ત કર્યું છે.તો વડાપ્રધાને તાત્કાલીક બેઠક પણ બોલાવી હતી.