ઝઘડિયા જીઆઈડીસીની ડીસીએમ કંપનીના કોન્ટ્રાક્ટરના કામદારનું રહસ્યમય રીતે મોત થી તર્કવિતર્ક.

Published on BNI NEWS 2021-09-22 17:50:05

  • 22-09-2021
  • 749 Views

  (પ્રતિનિધિ : જયશીલ પટેલ,ઝઘડિયા)
  કંપની સંચાલકોએ કીચડમાં પગ ખૂંપી જતા પડવાથી તેનું મોતનું કારણ જણાવ્યું તો પરિવારજનોએ કરંટ લાગવાથી મોત થયું હોવાનો આક્ષેપ કર્યો.
  ઝઘડીયા જીઆઈડીસીમાં આવેલ શ્રી રામ અલ્કલી એન્ડ કેમિકલ (ડીસીએમ) કંપનીમાં ડબલ એ (એ.એ) કન્સ્ટ્રકશન નામનો કોન્ટ્રાક્ટર કન્સ્ટ્રક્શનનું કામ કરે છે.આ કન્સ્ટ્રકશન કોન્ટ્રાક્ટમાં લાલ બિહારી નામનો એક યુવાન ફરજ બજાવતો હતો.બુધવારના રોજ ડીસીએમ કંપની સંકુલમાં કોઈ કારણોસર લાલ બિહારી નામના કોન્ટ્રાક્ટરના કામદારનું મોત થયું હતું જેણે એક રહસ્ય સર્જ્યુ છે.આ બાબતે કંપનીના સંચાલક સાથે ટેલિફોનિક વાત થતા તેમણે જણાવ્યું હતું કે કંપનીમાં નવા બનતા પ્રોજેક્ટ પાસે કામદાર જતો હતો ત્યારે કીચડમાં તેનો પગ ખુંપી જતા તે પડ્યો હતો અને તેનો મોત થયું હતું ! કામદારનું કંપની સંકુલમાં મોત થતા પોસ્ટમોર્ટમ માટે કામદારના મૃતદેહને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.કંપનીમાં કામદારના મોતના પગલે ઝઘડિયા પોલીસને પૂછતા તેમણે જણાવ્યું હતું કે પોસ્ટમોર્ટમ થયા બાદ જ મોતનું સાચુ કારણ જણાવી શકાશે.તો લાલ બિહારી નામના કોન્ટ્રાક્ટના કામદારના સગા વ્હાલાઓએ લાલ બિહારીનું મોત કરંટ લાગવાના કારણે થયું હોવાનો સનસનીખેજ ખુલાસો કર્યો હતો!
  અત્રે ઉલ્લેખનીય છે કે કામદારનું મોત કયા કારણોસર થયું તે રહસ્ય પર થી પડદો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ ઉચકાશે અમે પોલીસ તે દિશા માં તપાસ હાથ ધરશે.