કેન્સર ,ડાયાબિટીસ અને ટીબી સહિતની 39 દવાઓના ભાવ ઘટાડયા સરકારે

Published on BNI NEWS 2021-09-14 14:09:56


 • Notice: Undefined variable: news_heading_details in /home/suratxyz/indiaupdate.in/websitelayout2/detail.php on line 613

  • 14-09-2021
  • 1283 Views

  નવી દિલ્હીઃ આવશ્યક દવાઓની રાષ્ટ્રીય યાદીમાં ફેરફાર કરીને સરકારે સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી ૩૯ દવાઓની કિંમત ઘટાડી છે. સરકારે કેન્સર વિરોધી, ડાયાબિટીસ પ્રતિરોધક, એન્ટિ વાઇરલ, એન્ટિ બેક્ટેરિયલ, ટીબી વિરોધી દવાઓ ઉપરાંત બીજી દવાઓના ભાવ પણ ઘટાડયા છે. 

  આ દવાઓનો ઉપયોગ કોરોનાની સારવારમાં પણ થાય છે. એનએલઇએમ યાદી પર કામ કરી રહેલા નિષ્ણાતોએ આવી ૧૬ દવાઓને આ યાદીમાંથી હટાવી છે. ઇન્ડિયન મેડિકલ રિસર્ચ કાઉન્સિલ (આઇએમઆરસી) દવાઓના ભાવ પર અંકુશ લાવવા લાંબા સમયથી કામ કરી રહ્યું છે. 

  સામાન્ય રીતે ઉપયોગમાં લેવામાં આવતી દવાઓને હવે ભાવ ટોચમર્યાદામાં લાવવામાં આવી છે. તેમા સુગર વિરોધી દવા ટેનેલિગલિપ્ટિન, લોકપ્રિય ટીબી વિરોધી દવાઓ અને કોવિડની સારવારમાં લેવાતી દવા આઇવરમેક્ટિન, ટોટાવાઇરસ વેક્સિન અને અન્ય સામેલ છે. 

  સરકારે આવશ્યક દવાઓની યાદીમાં સંશોધન કરવાનું શરૃ કર્યુ હતુ, જેને ૨૦૧૫માં અધિસૂચિત કરવામાં આવી હતી અને ૨૦૧૬માં તેને ભાવ ટોચમર્યાદામાં લાવવામાંઆવી હતી. તેના પછી દવાઓ પર સ્થાયી રાષ્ટ્રીય સમિતિને આ યાદી તૈયાર કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું કે કઇ દવાઓ પૂરતા પ્રમાણમાં અને પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરાવવામાં આવે. 

  આરોગ્ય સંશોધન વિભાગના સચિવ અને આઇસીએમઆરના ડાયરેક્ટર બલરામ ભાર્ગવની અધ્યક્ષતાવાળી સમિતિ, નીતિ આયોગના વરિષ્ઠ અધિકારીઓ, આરોગ્ય સચિવ અને ફાર્માસ્યુટિકલ વિભાગના સચિવવાળી બીજી સમિતિ આ પ્રકારની યાદી મોકલે છે. બીજી સમિતિ એ નક્કી કરે છે કે કઇ દવાઓને ભાવ ટોચમર્યાદા હેઠળ લાવવામાં આવે.