ભરૂચમાં JCI અને 7X મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ દ્વારા મફત સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો.

Published on BNI NEWS 2021-06-20 16:18:28


 • Notice: Undefined variable: news_heading_details in /home/suratxyz/indiaupdate.in/websitelayout2/detail.php on line 613

  • 20-06-2021
  • 532 Views

  JCI ભરૂચ દ્વારા 7X મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પીટલના સહયોગથી નિ:શુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પનું તા ૨૦.૦૬.૨૦૨૧ના રોજ જય અંબે ઈન્ટરનેશનલ, ભોલાવ ભરૂચ પર આયોજન કરવામાં આવ્યું હતું.
  ઉદ્દઘાટન સંમારંભ પ્રસંગે ધર્મેશભાઈ મીસ્ત્રી ચેરમેન - બાંધકામ સમિતી ભરૂચ જિલ્લા પંચાયત,જય અંબે ઈન્ટરનેશનલ સ્કુલના કેમ્પસ ડીરેક્ટર સુષ્મા ભટ્ટ  તેમજ 7X ગ્રુપ અને JCI ભરૂચના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
  કેમ્પમાં પ્રાથમિક ચેકઅપ જનરલ સર્જન તથા ફીઝીશ્યન તેમજ સ્ત્રીરોગ ચિકિત્સક દ્વારા તપાસ કરી યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યુ.ઉપરાંત બ્લડ પ્રેશર તપાસ,રૅડમ બ્લડ સુગર તપાસ, ઓક્સિજન સેચ્યુરેશન, ECG વગેરે તેમજ બહેનો માટે બ્રેસ્ટ અનાલિસિસ, સ્ત્રી રોગો તપાસ, માસિક ને લગતી કોઈપણ તકલીફ, પેટ માં દુખાવો રહતો હોય, સફેદ પાણી પડતું હોય, ખંજવાળ આવવી, PAP SMEAR TEST, નિસંતાન પણા નું માર્ગદર્શન આપી /  તપાસ કરી દેવામાં આવી.આ કેમ્પનો લાભ જાહેર જનતા દ્વારા બહોળી સંખ્યામાં લેવામાં આવ્યો હતો.