રાજપીપળા સિવિલ હોસ્પિટલ સહીત અનેક હોસ્પિટલોમાં ડૉક્ટર,નર્સ અને અન્ય સ્ટાફોની અછત બાબતે સાંસદ મનસુખ વસાવાનો નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલને પત્ર.

Published on BNI NEWS 2021-04-15 11:18:52


  • Notice: Undefined variable: news_heading_details in /home/suratxyz/indiaupdate.in/websitelayout2/detail.php on line 613

    • 15-04-2021
    • 709 Views

    (પ્રતિનિધિ : જ્યોતિ જગતાપ,રાજપીપળા)

    નર્મદા જિલ્લામાં કેટલાક ૪ થી ૫ ડોક્ટરો અને ૪૫ નર્સોને વડોદરા ખાતેની covid-19 ની હોસ્પિટલમાં કામગીરી માટે ત્યાં ખસેડવામાં આવ્યા છે.

    વડોદરા ખાતે covid-19 હોસ્પિટલમાં નર્મદા તથા ભરૂચ જિલ્લામાંથી જે covid-19 ની સારવાર કરતો સ્ટાફ મોકલ્યો છે તથાવેન્ટિલેટર લઈ ગયા છે તે ફરી ભરૂચ તથા નર્મદા જિલ્લામાં પરત કરવાની કરી માંગ. 

    નર્મદા જિલ્લામાં ફીજીશિયન ડૉક્ટરો ન હોવાનાકારણે covid-19 ના દર્દીઓને વેન્ટિલેટર અને રેમડેસીવીર ઈજેકશનની સારવાર આપી શકતા નથી.

    રાજપીપલા કોવિદ હોસ્પિટલના ખસ્તા હાલ.

    નર્મદા જિલ્લા મા રોકેટ ગતિએ કોરોના કેસો વધી રહ્યા છે.મરણના આંકડા પણ વધી રહ્યા છે. તંત્ર ભલે સાચા આંકડા છુપાવતું હોય પણ જિલ્લાની જનતાને સાચી હકીકતનો ખ્યાલ છે.રસીકરણ પણ થઈ રહ્યું છે.છતાં પણ જિલ્લામા કોરોનાના વધતા જતા કેસોને તંત્ર કાબુમાં લઈ શક્યું નથી. કોરોના ના પોઝીટીવ કેસોનો આંકડો 2500ને પાર કરીને 2540સુધી પહોચી ગયો છે.રોજના સરેરાશ 20થી વધુ કેસો વધી રહ્યા છે ત્યારે એક તરફ નર્મદા મા કોરોનાની ચેન તોડવા

    સમસ્ત નર્મદા જિલ્લાને સ્વયંભૂ બંધ કરવાની નોબત આવી છે.ત્યારે એસ્પિરેશન ડીસ્ટ્રીકટ ગણાતા નર્મદા જિલ્લા મા એક માત્ર વડા મથક રાજપીપલા ખાતે કોવિદ હોસ્પિટલ આવેલું છે જેમાં પૂરતા ડોક્ટર્સ, નર્સ સ્ટાફ નો અભાવ છે.જેમાં આધુનિક ખાસ ભૌતિક સુવિધાઓ પણ નથી અહીંના તબીબો નર્સ ને બીજી હોસ્પિટલ મા મોકલી દેવાય છે અને અહીં ઘરના છોકરા ઘંટી ચાટે તેવો ઘાટ છે.ત્યારે દર્દીઓની ચિંતા કરનારું અહીં કોઈ દેખાતું નથી. 

    જોકે એક માત્ર ભરૂચ ના સાંસદ મનસુખભાઈ વસાવાએ આ અંગે ચિંતા કરી છે અને આ 

    અંગે તેમણે નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલને પત્ર લખ્યો છે.તેમણે પત્રમા જણાવ્યું છે કે નર્મદા જિલ્લામાં જે પ્રકારે કોરાનાના કેસો વધી રહયા છે, તે જોતા નર્મદા જિલ્લામાં પહેલેથી જ રાજપીપળા સિવિલ હોસ્પિટલ સહીત અનેક હોસ્પિટલોમાં ડૉક્ટર,નર્સ અને અન્ય સ્ટાફોનીઅછત હોવાના કારણે તથા નર્મદા જિલ્લામાં કેટલાક ૪ થી ૫ ડોક્ટરો અને ૪૫ નર્સોને વડોદરા ખાતેની covid-19 ની હોસ્પિટલમાં કામગીરી માટે ત્યાં ખસેડવામાં આવ્યા છે.જેના કારણે નર્મદા જિલ્લાના લોકોને ખુબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

    તેમજ નર્મદા જિલ્લામાં ડૉક્ટર,નર્સ અને અન્ય સ્ટાફની અછત હોવાના કારણે ખુબ જ મોટી તક્લીફ ઉભી થઈ છે.જેમાં ખાસ કરીને નર્મદા જિલ્લામાં ફીજીશિયન ડૉક્ટરો ન હોવાના કારણે covid-19 ના દર્દીઓને વેન્ટિલેટર અને રેમડેસીવીર ઈજેકશનની સારવાર આપી શકતા નથી,જેના કારણે રાજપીપલા covid-19 ની હોસ્પિટલમાં દર્દીઓને અનેક પ્રકારની

    મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.માટે તાત્કાલિક ધોરણે રાજપીપલા કોવીલ હોસ્પિટલોમાં

    ફિજીએશન ડોક્ટરોની નિમણુંક કરવામાં આવે અને વડોદરા ખાતે covid-19 હોસ્પિટલમાં નર્મદા તથા ભરૂચ જિલ્લામાંથી જે covid-19 ની સારવાર કરતો સ્ટાફ મોકલ્યો છે તથાવેન્ટિલેટર લઈ ગયા છે.તે ફરી ભરૂચ તથા નર્મદા જિલ્લામાં પરત કરવામાં આવે તેવી માંગ કરી છે.

    હવે એ જોવું રહ્યું કે સાંસદની માંગ સ્વીકારાય છે કે નહીં ?