શું આંખોની બીમારી ધરાવતા લોકોનો મુત્યુદર વધારે હોય છે ?

Published on BNI NEWS 2021-03-14 13:44:54


 • Notice: Undefined variable: news_heading_details in /home/suratxyz/indiaupdate.in/websitelayout2/detail.php on line 613

  • 14-03-2021
  • 2652 Views

  ૨૦૨૦ના વર્ષમાં ૫૯.૬ કરોડ લોકોમાં દૂરની દ્રષ્ટીની ખામી હતી
  વિશ્વમાં ૪.૩ કરોડ લોકોએ આંખોની રોશની સંપૂર્ણ ગુમાવી છે

  ન્યૂયોર્ક
  દ્રષ્ટી સંબંધી વિકાર અને મુત્યુદર અંગે થયેલા એક સંશોધનમાં ચોંકાવનારા પરીણામો મળ્યા છે. ગ્લોબલ આઇ હેલ્થ અને અમેરિકામાં થયેલા એક સંશોધન મુજબ દ્રષ્ટી સંબંધી વિકાર અને નેત્રહિનતા મુત્યુદરમાં વધારો કરી શકે છે. કુલ ૪૮ હજાર લોકો પર કરવામાં આવેલા ૧૭ પ્રકારના સંશોધન સર્વેમાં લોકોમાં દ્રષ્ટી સંબધી ગંભીર સમસ્યા હતી જેમને મુત્યુ થવાનો ખતરો નોર્મલ માણસની સરખામણીમાં વધારે હતો. જે લોકોમાં નજીવો દ્રષ્ટી દોષ હતો તેમને મુત્યુનું જોખમ ૨૯ ટકા જયારે ગંભીર દ્રષ્ટીદોષ ધરાવનારાને આ જોખમ ૮૯ ટકા વધારે હતું. આંખ માણસની શરીરનું અભિન્ન અંગ છે જેના વિના જીવનની કલ્પના કરી શકાતી નથી. વિશ્વમાં વૃધ્ધોની સંખ્યા વધી રહી છે તે જોતા આ સમસ્યા પર વિશેષ ધ્યાન આપવાની જરુરીયાત છે.

  એક અંદાજ મુજબ આવનારા ૩૦ વર્ષોં દ્રષ્ટી સંબંધી સમસ્યાઓ અને નેત્રહિનતા ધરાવતા લોકોની સંખ્યા વધીને બમણી થઇ જવાની શકયતા છે. વિશ્વમાં ૧ અબજથી વધુ લોકો આંખ સંબંધી કોઇને કોઇ સમસ્યા ધરાવે છે જયારે ૪.૩ કરોડ લોકો એવા છે જેમની આંખોની રોશની સંપૂર્ણ ઓલવાઇ ગઇ છે. આ એટલા માટે પણ મહત્વનું છે કે આંખની સમસ્યાથી પીડાતા દર પાંચમાંથી ચાર લોકોની સારવાર કરી શકાય છે. અથવા તો આ સમસ્યા તેમને થાય તે પહેલા પણ અટકાવી શકાય છે. દ્રષ્ટી વિકાર અને નેત્રહિનતા માટે જવાબદાર મુખ્ય કારણમાં મોતિયો અને ચશ્મા નહી પહેરવાની ટેવ આ બંનેને સરળતાથી દૂર કરી શકાય છે.

  આ સંશોધન સાથે સંકળાયેલા નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આ સમસ્યા પર જલદીથી ધ્યાન આપવાની જરુરીયાત છે કારણ કે દ્રષ્ટીહિનતા માત્ર દુનિયાને જોવાનો નજરીયો જ બદલે છે એટલું જ નહી તેનાથી પણ વધારે આપના જીવનને ખૂબજ પ્રભાવિત કરી શકે છે. આવા સમયમાં આ વિશ્લેષણ માત્ર સ્વાસ્થ્ય જ નહી જીવનની બહેતરી માટે પણ મહત્વપૂર્ણ તક પુરી પાડે છે.સાથે સાથે દુનિયા ભરમાં દ્રષ્ટીવિકાર સાથે જોડાયેલી સમસ્યાઓ દૂર કરવા માટે પણ મહત્વનું છે.