રાજપારડીમાં તોલમાપ વિભાગની રેઈડમાં દશ વેપારી સામે કાર્યવાહી : ૧૮,૫૦૦ નો દંડ વસુલવામાં આવ્યો.

  • રાજપારડીમાં તોલમાપ વિભાગની રેઈડમાં દશ વેપારી સામે કાર્યવાહી : ૧૮,૫૦૦ નો દંડ વસુલવામાં આવ્યો.

    • 27-05-2020
    • 427 Views

    (પ્રતિનિધિ : ગુલામહુશેન ખત્રી,રાજપારડી)

    કોરોના સંક્રમણને નિયંત્રણમાં રાખવા દેશવ્યાપી લોકડાઉન જાહેર કરાયુ છે.ત્યારે લોકડાઉનનો ખોટો લાભ ઉઠાવીને કેટલાક શોષણખોર કાળા બજારીયા મેદાનમાં આવી ગયા હતા.ઝઘડીયા તાલુકાના રાજપારડી નગરમાં પાન પડીકી અને તમાકુના ધુમ કાળા બજાર થતા હોવાની વ્યાપક લોક ચર્ચાઓ ઉઠી હતી.જો કે પાન પડીકી અને તમાકુ જેવી વસ્તુઓ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવા છતાં લોકોની મજબુરીનો ગેરલાભ લઈને કાળાબજાર કરતા શોષણખોરોને અંકુશમાં લેવા જ પડે.કારણકે આગળના લોકડાઉનમાં રાજપારડી અને ઉમલ્લામાં અન્ય આવશ્યક વસ્તુઓના પણ નિયત કરતા વધુ ભાવ લેતા કેટલાક વેપારીઓને જાગૃત નાગરીકોએ પકડી પાડ્યા હતા.પરંતુ બાદમાં આ વેપારીઓ પાસે માફી મંગાવીને જવા દેવાયા હોવાની ચર્ચાઓ તે સમયે ટોક ઓફ ધી ટાઉન બની હતી.જો કે તે બાબત કોઈ કાર્યવાહીના અભાવે પ્રકાશમાં આવી ન હતી.અત્યારે ચોથુ લોકડાઉન ચાલે છે ત્યારે તગડી નફાખોરી કરવા ટેવાઈ ગયેલા કાળા બજારીયાઓને નિયંત્રણમાં રાખવા સંબંધિત તંત્ર અસરકારક પગલા ભરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.