કોરોનાના સંભવિત ખતરાથી બચવા અપનાવો આ ઘરગથ્થુ ઉપચાર, વાયરસ સામે આપશે રક્ષણ

Published on BNI NEWS 2020-04-06 11:12:00

  • 06-04-2020
  • 832 Views

  સમગ્ર વિશ્વના અસ્તિત્વને જોખમમાં મૂકનારા કોરોના વાઇરસના ઇલાજ માટે હજુ સુધી કોઇ દવા કે રસી શોધાઇ નથી, પરંતુ તબીબી ક્ષેત્રના કેટલાંલ નિષ્ણાતો સૂચવી રહ્યા છે કે, આગમચેતીના પગલાં તરીકે દરરોજ નવશેકું પાણી પીવામાં આવે અને તેના બાફ લેવામાં આવે તો કોરોનાના સંભવિત ખતરામાંથી બચી શકાય છે.


  કોરોના વાઇરસ ગળામાં પગપેસારો કરે
  કોરોનાના રોગમાંથી બહાર નીકળનારા દર્દીઓ અને તેમની સારવાર તેમજ કોરોના વાઇરસની સક્રિયાતનો અભ્યાસ કર્યા બાદ નિષ્ણાતોનું કહેવું છે કે, શ્વસનતંત્રમાં જતા પહેલાં કોરોના વાઇરસ ગળામાં પગપેસારો કરે છે. થોડા દિવસો બાદ આ વાઇરસ શ્વસનતંત્રમાં પહોંચે છે અને વિવિધ સમસ્યાઓ સર્જે છે.

  નવશેકા પાણીથી વાઇરસ નિષ્ક્રીય બને
  આગોતરા રક્ષણ તરીકે દિવસમાં થોડાં- થોડા સમયે નવશેકું પાણી પીવામાંઆવે અને સવાર-સાંજ નાસ લેવામાં આવે તો ગળઆમાં રહેલા વાઇરસનો નાશ થઇ શકે છે. નવશેકું પાણી પીતી વખતે કે, નાસ લેતી વખતે વધારે તાપમાન ધરાવતું પાણી કે વરાળ ગળામાંથી પસાર થાય છે. જેના કારણે વાઇરસ નિષ્ક્રીય બને છે. ઉલ્લેખનીય છે કે, કોરોના વાઇરસને શ્વસનતંત્રમાં જતાં પહેલાં આવી રીતે નિષ્ક્રીય કરી શકાય છે. કોરોનાનો ભય ખતમ થયા બાદ પણ સ્વસ્થ જીવન માટે આ ક્રમ અપનાવી શકાય છે.