ગુજરાતમાં Coronaથી પણ ઘાતક સાબિત થયો છે આ રોગ : ગભરાશો નહિ , સાવચેતી રાખો

Published on BNI NEWS 2020-04-02 11:58:46

  • 02-04-2020
  • 1555 Views

  છેલ્લા કેટલાક મહિનાથી સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસનો કેર જોવા મળી રહ્યો છે. કોરોના વાયરસની દહેશત એટલી બધી જોવા મળી રહી છે કે સમગ્ર વિશ્વના મોટા શહેરોમાં હાલ લોકડાઉન જેવી પરિસ્થિતિમાં જોવા મળી રહી છે પરંતુ આ વાયરસના સંક્રમણ અને તેના આંકડાઓ જોઇને આ વાયરસથી લોકો ભયભીત થવાની જરૂર નથી ખાસ કરીને ગુજરાતની પ્રજા અને અમદાવાદની જનતાએ તો આ વાયરસ થી કોઈ ગભરાટ રાખવાની જરૂર નથી.

  સ્વાઈન ફ્લુ વધુ ધાતક
  હાલમાં કોરોનાને લઇને ચોતરફ દહેશત છે લોકડાઉન જાહેર કરાયેલુ છે. ચોક્કસપણે લોકડાઉનથી કોરોનાને અટકાવી શકાશે પરંતુ એક વાત ચોક્કસ છે કે કોરોના કરતા સીઝનલ ફલૂ જેને આપણે સ્વાઇન ફૂલ તરીકે ઓળખીએ છીએ તે દેશ માટે વધુ ઘાતક સાબિત થયો છે. આપણા ગુજરાતની વાત કરીએ તો વર્ષ 2019 માં સ્વાઇન ફૂલના કુલ 4844 કેસ નોંધાયા હતા. જેના લીધે 151 લોકોના મોત થયા હતા.

  કોરોના અને સ્વાઈન ફ્લૂના કારણે મૃત્યુ આંક
  સીઝનલ ફલૂનો વાયરસ તો દર્દીના છીંક ખાવાથી હવાથી ફેલાય જતો રોગ છે. જ્યારે કોરોના હવાથી ફેલાતો નથી. એટલું જ નહીં નિષ્ણાંત ડોકટર્સના જણાવ્યા મુજબ કોરોના વાયરસનો ભોગ બનનાર દર્દીઓ ઝડપથી રિકવર થઇ રહ્યા છે અને કોરોનાના કારણે મૃત્યુદર માત્ર 2 ટકા જેટલો જ છે.

  જ્યારે સ્વાઇન ફલૂનો ભોગ બનનાર 7 થી 8 ટકા લોકો મૃત્યુના મુખમાં ધકેલાય જાય છે. જેથી કોરોના વાયરસની ગભરાવા કરતા તેમાં સાવચેતી રાખવામાં આવે તો ચોક્કસપણે કોરોનાના ભરડામાંથી ઝડપથી બહાર આવી શકાય તેમ છે. કોરોના વાયરસ નવો હોવાથી ચોક્કસપણે તેની દવા હજુ શોધાઇ નથી. જેથી જો આગામી સમયમાં આ રોગ વધુ ભરડો લે તો ચિંતા વધી શકે છે. સિઝનલ ફલૂ એટલે કે સ્વાઇન ફલૂ સામાન્ય રીતે ડિસેમ્બર માસથી લઈ માર્ચ મહીનાના શરૂઆતના સપ્તાહ સુધી જોવા મળે છે જે બાદ ગરમી વધતા સ્વાઇનના વાયરસ નષ્ટ થઇ જતા હોય છે. ત્યારે કોરોના વાયરસ અંગે અજાણ ડોકટર્સ હાલમાં એવો અંદાજ લગાવી રહ્યા છે કે સ્વાઇન ફલૂની જેમ કોરોના વાયરસ પણ ગુજરાતની ગરમી સહન નહીં કરી શકે.