સેનિટાઈઝર કરતાં પણ આ વસ્તુ છે હાથ ધોવા માટે રામબાણ ઈલાજ, દરેક વ્યક્તિના ઘરમાં હોય છે

 • સેનિટાઈઝર કરતાં પણ આ વસ્તુ છે હાથ ધોવા માટે રામબાણ ઈલાજ, દરેક વ્યક્તિના ઘરમાં હોય છે

  • 27-03-2020
  • 1324 Views

  કોરોના વાયરસ સામે લડવા માટે સ્વચ્છતા રાખવી એ એક માત્ર ઉપાય છે. હેલ્થ નિષ્ણાંતોનું કહેવું છે કે, સાબુ અથવા તો સેનિટાઈઝર દ્રારા યોગ્ય રીતે હાથ ધોવામાં આવે તો જીવલેણ કોરોના વાયરસના સંક્રમણથી બચી શકાય છે. જો કે લોકોમાં હવે તુલના પણ થવા લાગી છે કે સાબુ અને સેનિટાઈઝર આ બંન્નેમાંથી શ્રેષ્ઠ વિકલ્પ કયો છે.

  સાબુ કે સેનિટાઈઝર ?
  યુનિવર્સિટી ઓફ સાઉથ વેલ્સના પ્રોફેસર પોલ થોર્ડર્સને કોરોના વાયરસથી બચવા માટે સાબુને શ્રેષ્ઠ વિકલ્પ ગણાવ્યો હતો. સાબુ વાયરસમાં હાજર લિપિડનો સરળતાથી ખાત્મો બોલાવી શકે છે. મુખ્યત્વે સાબુમાં ફૈટી એસિડ અને સોલ્ટ જેવા તત્વો હોય છે જેને એમ્ફિફાઈલ્સ કહેવામાં આવે છે. સાબુમાં છુપાયેલા આ તત્વો વાયરસના બહારના તત્વોને નિષ્ક્રિય કરી દે છે. માત્ર 20 સેકન્ડ સુધી હાથ ધોવામાં આવે તો એ ચિકણો પદાર્થ નષ્ટ થઈ જાય છે જે વાયરસને એક સાથે જોડીને રાખવાનું કામ કરે છે.

  સાબુ ઉંડાણમાં જઈ જીવાણુંને મારે છે
  ઘણી વખત એવો અનુભવ પણ થાય છે કે સાબુથી હાથ ધોવા પર હાથની ત્વચા ડ્રાઈ થઈ જાય છે. અને કરચલીઓ પડી જાય છે. આવું એટલા માટે થાય છે કારણ કે સાબુ ત્વચાની ઉંડાણમાં જઈ કિટાણુંને મારે છે. હવે વાત કરીએ કે સેનિટાઈઝર શા માટે સાબુ જેટલો પ્રભાવશાળી નથી.

  જેમાં સૌથી વધુ માત્રામાં આલ્કોહોલ હોય
  જોન હોપકિન્સ યુનિવર્સિટીની શોધ પ્રમાણે જેલ, લિક્વિડ કે ક્રિમના સ્વરૂપે હાજર સેનિટાઈઝર કોરોના વાયરસ સામે લડવા સાબુ જેટલો શ્રેષ્ઠ નથી. કોરોના વાયરસનો સામનો તો માત્ર એ સેનિટાઈઝર જ કરી શકે છે જેમાં સૌથી વધારે માત્રમાં આલ્કોહોલ હોય. સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા સાબુ આ માટે શ્રેષ્ઠ વિકલ્પ છે.