શું તમને પણ છે આ બિમારી? તો તમારે પણ કરાવો પડશે Corona ટેસ્ટ

 • શું તમને પણ છે આ બિમારી? તો તમારે પણ કરાવો પડશે Corona ટેસ્ટ

  • 24-03-2020
  • 970 Views

  દેશમાં સતત વધી રહેલા Coronavirusના કેસને ધ્યાનમાં લેતા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે નવો નિર્દેશ જાહેર કર્યો છે. તે અનુસાર તમામ ન્યુમોનિયાના દર્દીઓએ Coronavirusનો ટેસ્ટ કરાવાનો રહેશે. જેથી કોઇ અજાણતા Coronavirusથી સંક્રમિત ન રહી જાય. સ્વાસ્થ્ય મંત્રાલયે 20 માર્ચ 2020એ આ નિર્દેશ જારી કર્યો છે.

  કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલો આ નિર્દેસ 31 માર્ચ 2020 સુધી લાગુ રહેશે. સાથે જ તેમ પણ કહેવામાં આવ્યું છે કે ન્યુમોનિયા પીડિત દર્દીઓની જાણકારી નેશનલ સેન્ટર ઑફ ડીસીસ કંટ્રોલ (NCDC) કે ઇંટીગ્રેટેડ ડીસીઝ સર્વિલાંસ પ્રોગ્રામ (IDSP)માં આપવાની રહેશે.

  સ્વાસ્થ્ય મંત્રાલયે દેશની તમામ હોસ્પિટલોને કહ્યું છે કે તે પરિસરમાં સોશિયલ ડિસ્ટેસિંગનો ખાસ ખ્યાલ રાખો. કેન્દ્ર સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલા આ પગલાથી દેશમાં Coronavirusના દર્દીઓની તપાસને લઇને ઉઠી રહેલા સવાલો પર વિરામ લાગશે.

  Coronavirusના દર્દીઓ પર નજર
  ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR) પણ પોતાની લેબ અને દેશની અન્ય હોસ્પિટલોમાં આવી રહેલા Coronavirusના દર્દીઓ પર નજર રાખી રહી છે. લેબમાં ટેસ્ટની સંખ્યા વધારવામાં આવી રહી છે. ન્યૂમોનિયાના દર્દીઓની તપાસથી ટેસ્ટની સંખ્યા તો વધશે જ Coronavirusનો ફેલાવો અને તીવ્રતાનો સચોટ અંદાજ પણ લગાવી શકાશે.

  કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે દેશની તમામ હોસ્પિટલોને નિર્દેશ આપ્યો છે કે તે Coronavirusની તૈયારીઓને લઇને 22 માર્ચ 2020ને જનતા કર્ફ્યુ દરમિયાન ડ્રિલ કરશે. જેથી તમારી ક્ષમતાઓનું આકલન કરી શકાય. મંત્રાલયે કહ્યું કે તમામ હોસ્પિટલ તપાસી લો કે તેમની પાસે પૂરતી સંખ્યામાં વેંટિલેટર્સ, ઑક્સિજન, માસ્ક, હેજમટ સૂટ, આઇસીયુ વગેરેની વ્યવસ્થા છે કે નહી. સાથે જ તેમ પણ કહેવામાં આવ્યું કે દરેક દર્દી સાથે એક જ અટેંડેંટ હશે. આ નિયમનું કડકાઇથી પાલન થવું જોઇએ.

  સ્વાસ્થ્ય મંત્રાલયે 20 માર્ચ 2020ને જણાવ્યું કે 14514 લોકોથી 15404 સેંપલ લેવામાં આવ્યા. તેમનો ટેસ્ટ દેશની વિભિન્ન પ્રયોગશાળાઓમાં કરવામાં આવ્યો છે. તેમાંથી 236 સેંપલ પોઝીટીવ આવ્યા છે. જણાવી દઇએ કે Coronavirusથી બિમાર વ્યક્તિને ગંભીર સ્તરનો ન્યૂમોનિયા થઇ જાય છે. જેના કારણે તેના ફેફસા કામ કરવાનું બંધ કરી દે છે. ચીનના વુહાનમાં પણ સૌથી પહેલા ન્યૂમોનિયાના જ કેસ સામે આવ્યાં હતા. જે પછીથી Coronavirusથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું હતું.

  દેશ, દુનિયામાં Coronaથી સંક્રમિત લોકોની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. દેશમાં કોરોનાના કુલ 258 કેસ નોંધાઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં ચારના મોત થઈ ચૂક્યા છે. ૨૩ દર્દીઓ કોરોનાની ઝપેટમાં આવ્યા પછી સાજા થયા હતા. ૨૧૨ જેટલાં દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ રખાયા છે અને એમાંથી બેની હાલત વધુ ગંભીર હોવાનું કહેવાય છે. એવામાં WHOએ 19 માર્ચે એક રિપોર્ટ જાહેર કર્યો હતો. જેમાં તેમણે જણાવ્યું છે કે ભારતમાં કોરોના કયા સ્ટેજ પર છે અને તે કેટલી ઝડપથી વકરતો જાય છે. WHOએ આપેલી જાણકારી અનુસારભારતમાં કોરોનાનું સંક્રમણ સ્થાનિક સ્તરે પહોંચી ગયું છે. સાથે જ અવું પણ જણાવ્યું છે કે લોકલ ટ્રાન્સમિશનનો અર્થ એ છે કે કોઈ કોરોના સંક્રમિત વ્યક્તિ જે તે ભૌગોલિક સ્થળ ખાતે હાજર હોય. ભારતમાં અત્યારે કોરોના વાઈરસ એટલી હદે ફેલાયો નથી. નિયંત્રણ ન થવાની સ્થિતિમાં ભારત આ મામલે ઈટાલીથી એક મહિના અને અમેરિકાથી 15 દિવસ જ દૂર છે.  ભારતમાં 18 માર્ચ સુધી 12 હજારથી વધારે લોકોનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. ભારતની સરખામણીએ ખૂબ ઓછી વસ્તીવાળા દક્ષિણ કોરિયામાં બે લાખ 70 હજાર વ્યક્તિઓની તપાસ કરવામાં આવી છે.

  આ સ્ટેજ પર પહોંચી ચુક્યો છે Corona
  ભારતમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે અને તે હવે 251ને પાર કરી ચુકી છે અને હાલ ભારતમાં કોરોના વાઈરસનું સંક્રમણ બીજા સ્ટેજમાં પહોંચી ચુક્યું છે અને જો આ સ્થિતિ નિયંત્રણમાં નહીં આવે તો તે ત્રીજા સ્ટેજ પર પણ જઈ શકે છે. આ સ્ટેજમાં કોરોના વાયરસ વ્યાપક સ્તર પર ફેલાવવા લાગે છે અને આ સ્ટેજ અત્યંત ખતરનાક અને ભયજનક છે. પ્રિસ્ટંન યુનિવર્સિટીના રમનન લક્ષ્મીનારાયણના જણાવ્યા પ્રમાણે- મને શંકા છે કે, જો અમારા ત્યાં 20 ગણાથી વધારે ટેસ્ટ થતાં તો 20 ગણા કરતા વધારે કેસ સામે આવતા. જો કોરોના વાઈરસ ભારતમાં વધી ગયો તો તેની સ્થિતિ અન્ય દેશોની સરખામણીએ અલગ હશે. આ સ્થિતિમાં ભારત અમેરિકા કરતાં બે સપ્તાહ પાછળ અને ઈટાલીથી એક મહિનો જ પાછળ છે. દેશની અપર્યાપ્ત સ્વાસ્થય સુવિધાઓને ધ્યાનમાં રાખીને ભારતની સ્થિતિ ચિંતાજનક થઈ શકે છે. 

  ફક્ત 12 દિવસમાં Coronaના કેસ 2 લાખ સુધી પહોંચ્યા
  વિશ્વ આરોગ્ય સંસ્થાએ તેના રિપોર્ટમાં જણાવ્યું હતું કે વિશ્વમાં કોરોનાના પોઝિટિવ કેસ બે લાખને પાર કરી ગયો છે. વિશ્વમાં પહેલા એક લાખ કેસ નોંધાતા જ ત્રણ મહિનાનો સમય લાગ્યો હતો. પરંતુ આ સંખ્યા બે લાખ પાર પહોંચતા ફક્ત 12 દિવસ લાગ્યા હતા. આઈ સીએમઆરના વડા ડો. બલરામ ભાર્ગવે ચેતાવણી આપી હતી કે ભારતમાં 30 દિવસમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશનનું સ્ટેજ આવી શકે છે.    

  દેશમાં Coronaના કુલ 258 કેસ
  દેશમાં કોરોનાના કુલ ૨૫8 કેસ નોંધાઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં ચારના મોત થઈ ચૂક્યા છે. ૨૩ દર્દીઓ કોરોનાની ઝપેટમાં આવ્યા પછી સાજા થયા હતા. ૨૧૨ જેટલાં દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ રખાયા છે અને એમાંથી બેની હાલત વધુ ગંભીર હોવાનું કહેવાય છે. ભારતમાં કોરોનાનો ફેલાવો વધ્યો હતો. સરકારી આંકડા પ્રમાણે ૧૪,૩૭૬ સેમ્પલનું પરીક્ષણ થઈ રહ્યું છે. ભારતમાં કોરોનાના કુલ જેટલાં દર્દીઓ નોંધાયા છે, એમાંથી ૩૨ વિદેશી નાગરિકો છે. સૌથી વધુ ૧૭ ઈટાલીના અને ૫ બ્રિટિશ નાગરિકો ભારતમાં કોરોનાની ઝપટમાં આવ્યા હોવાનું ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રીસર્ચના અહેવાલમાં કહેવાયું હતું. રાજસ્થાનમાં હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઈટાલીના એક ૬૯ વર્ષના વૃદ્ધનું કોરોનાથી મોત થયું હતું. જયપુરમાં મેટ્રો સર્વિસ બંધ કરાઈ હતી. શંકાસ્પદ કેસોને આઈસોલેશનમાં રખાયા છે.