શાઈની ચેહરા માટે 8 શિયાળા ની બ્યૂટી ટીપ્સ

Published on BNI NEWS 2019-12-29 12:27:58

  • 29-12-2019
  • 666 Views

  શિયાળાની ઠંડી હવાને લીધે શરીરની ત્વચા રૂખી થઈ જાય છે. તેને ચમકદાર બનાવી રાખવા માટે ભરપુર પાણી પીવો અને નવાયા પાણી વડે સ્નાન કરો. રાત્રે સુતી વખતે બારીનો દરવાજો સંપુર્ણ બંધ રાખવાની જગ્યાએ થોડોક ખુલ્લો રાખો. હીટરની ગરમીમાં વધારે સમય સુધી ન રહેશો. આ દિવાય પણ અન્ય વાતોનું ધ્યાન રાખો. 

  * ઠંડીને લીધે ત્વચા રફ ન થઈ જાય એટલા માટે ત્વચા પર સારી કંપનીનું મોઈશ્ચરાઈઝર લગાવો. 
   
  * ખાવામાં લીલા શાકભાજી અને પાંદડાવાળી શાકભાજીનો ભરપુર પ્રયોગ કરો. 
   
  * ચહેરા પર બદામને દૂધમાં પીસીને લગાવો અને બદામના તેલથી હલ્કા હાથે મસાજ કરો. 
   
  * બેસનમાં હળદર અને ગુલાબજળ ભેળવીને લગાવો અને સુકાયા બાદ ચહેરાને ધોઈ લો. 

   * મકાઈના લોટમાં થોડીક હળદર અને મલાઈ ભેળવીને ચહેરા પર લગાવો તેનાથી ચહેરો ચમકી ઉઠશે. 
   
  * મસુરની દાળને દૂધમાં ભેળવીને તેની પેસ્ટ બનાવીને તેમાં ઘી ભેળવીને ચહેરા પર લગાવો. 
   
  * મધની અંદર બે-ત્રણ ટીંપા લીંબુના ભેળવીને ચહેરા પર લગાવો. 
   
  * ચહેરાની રોનક હોઠને ફાટતાં અટકવવા માટે તેની પર ગ્લીસરીન અને માખણ લગાવો.