દર વર્ષે ભારતમાં કેટલા કેન્સરના નવા દર્દીઓ ઉમેરાય છે તેનો આંકડો જાણી આજે જ ધૂમ્રપાન છોડી દેશો

Published on BNI NEWS 2019-12-05 12:21:06

  • 05-12-2019
  • 1054 Views

  ભારતની પ્રથમ ‘હેરિટેજ સિટી’ અમદાવાદ, ઓન્કોલોજી એન્ડ ધ એલાઈડ ફિલ્ડ્સ- AROICON 2019ની સુપ્રસિદ્ધ 41મી વાર્ષિક કોન્ફરન્સનું આયોજન કરાયું છે. ધી ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (જીસીઆરઆઈ) અને એસોસિયેશન ઓફ રેડિયેશન ઓન્કોલોજીસ્ટ્સ ઓફ ઈન્ડિયા (એઆરઓઆઈ)- ગુજરાત ચેપ્ટરના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કોન્ફરન્સમાં દેશના વિવિધ રાજ્યોમાંથી આશરે 1500થી વધુ પ્રતિનિધિઓ હાજરી આપે તેવી શક્યતા છે, જેમાં 512થી વધુ એબસ્ટ્રેક્ટ સબમિશન રજૂ કરવામાં આવશે જે ઈતિહાસમાં સૌથી મોટું અને અભૂતપૂર્વ બની રહેશે.


  AROICON 2019ના ઓર્ગેનાઈઝિંગ સેક્રેટરી ડો. પૂજા નંદવાણી પટેલે જણાવ્યું હતું કે છેલ્લાં 3-4 દાયકામાં રેડિયેશન ઓન્કોલોજીના ક્ષેત્રમાં અભૂતપૂર્વ પ્રગતિ જોવા મળી છે. ભૂતકાળમાં રેડિયેશનની સારવારનો ઉપયોગ કેન્સરના કોષોના નાશ માટે કરવામાં આવતો હતો, પરંતુ તે સામાન્ય કોષોને પણ તેટલી જ અસર કરતી હોવાથી તેનાથી અનેક આડઅસરો સર્જાતી હતી. રેડિયેશન ઓન્કોલોજી ક્ષેત્રે ખુલેલી નવી ક્ષિતિજોને પગલે તેમાં ઈન્ટેન્સિટી મોડ્યુલેટેડ રેડિયોથેરપી (આઈએમઆરટી), ઈમેજ ગાઈડેડ રેડિયોથેરપી (આઈજીઆરટી), સાયબરનાઈફ એન્ડ પ્રોટોન થેરપી જેવી અત્યંત આધુનિક અને પરિષ્કૃત પદ્ધતિઓ દ્વારા રેડિયેશન આપવું શક્ય બન્યું છે.


  આ પદ્ધતિઓના માધ્યમથી રેડિયેશનનો વધુ ઊંચો ડોઝ પણ સુરક્ષિતપણે આપી શકાય છે જેની આડઅસર પણ અત્યંત ન્યૂનતમ થાય છે. દર્દીઓને બહેતર કાળજી ઉપલબ્ધ બની રહે તથા તેઓ દીર્ઘ, તંદુરસ્ત અને ગુણવત્તાયુક્ત જીવન જીવી શકે તે દિશામાં આ એક મહત્વનું પગલું છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર-2019ના આંકડા) અનુસાર ભારતમાં 2.25 મિલિયન કેસો છે અને દર વર્ષે નવા 1 લાખ કેસો નોંધાય છે. 2018માં આ રોગને લીધે 7 લાખના મોત નિપજ્યાં હતાં.


  આઈસીએમઆરના અંદાજ અનુસાર 2020 સુધીમાં દેશમાં 17 લાખ નવા કેસો નોંધાશે અને આશરે 8 લાખ લોકો મૃત્યુ પામશે. AROICON 2019ના ઓર્ગેનાઈઝિંગ સેક્રેટરી ડો. પૂજા નંદવાણી પટેલના જણાવ્યાં અનુસાર આ શૈક્ષણિક મેળાવડો પ્રથમ દિવસે ઈન્ડિયન કોલેજ ઓફ રેડિયેશન ઓન્કોલોજી (આઈસીઆરઓ)ની કાર્યશિબિરથી શરૂ થશે જેમાં નવોદિત રેડિએશન ઓન્કોલોજિસ્ટ્સ માટે ‘પ્રીસિઝન ટેક્નિક્સ ઈન રેડિયેશન ઓન્કોલોજી’ થીમ પર આધારિત કેન્સરની સારવારની આધુનિક ટેક્નોલોજીકલ પ્રગતિ અંગેના શૈક્ષણિક સત્રોને આવરી લેવાશે. ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર (જીયુસીઈસી)ના વિશાળ કેમ્પસમાં 28 નવેમ્બર, 2019થી 1 ડિસેમ્બર, 2019 એમ ચાર દિવસ ચાલનારી આ કોન્ફરન્સમાં ‘ઈન્સેપ્શન, ઈવોલ્યુશન, એવિડન્સ એન્ડ ફ્યુચર ઈન ઓન્કોલોજી’ થીમ પર આધારિત 75થી વધુ વૈજ્ઞાનિક સત્રો યોજાશે.


  વૈશ્વિક શ્રોતાઓને આવરી લેનારી આ કોન્ફરન્સમાં નેટવર્કિંગ તથા વિવિધ સત્રોનો સમાવેશ થાય છે જે તેમાં ભાગ લેનારા લોકો માટે જ્ઞાનમાં વૃદ્ધિ કરનારું બની રહેશે. આ કોન્ફરન્સના દરેક સત્ર અને તેની ચર્ચા દરમિયાન રેડિયેશન ઓન્કોલોજીમાં એડવાન્સ્ડ ટેક્નોલોજી એપ્લિકેશનની ભાવિ કામગીરી અંગે સૂચનો રજૂ કરવાનો તથા તેને પ્રેરિત કરવાની તક સાંપડશે. આ વર્ષની થીમમાં દર્દીઓને હાઈટેક ટેક્નોલોજી ધરાવતા માહોલ તથા અત્યાધુનિક ટેક્નોલોજીકલ પ્રગતિ સાથે સાંકળવા પર ભાર મુકવામાં આવ્યો છે.


  દર્દીઓના જીવનમાં સુધારો આણવા તથા ક્ષેત્રમાં કેન્સર સંશોધનને લગતાં કાર્યક્રમોને વધુ વેગ આપવામાં AROICON 2019 મહત્વની ભૂમિકા ભજવશે. AROICON 2019ના ઓર્ગેનાઈઝિંગ ચેરમેન ડો. યુ સૂર્યનારાયણાના જણાવ્યાં અનુસાર આ એક આગવી કોન્ફરન્સ છે જે ગાયનેકોલોજીકલ, જેનિટો-યુરિનરી, ન્યુરોલોજીકલ, લંગ, બ્રેસ્ટ, ગેસ્ટ્રો-ઈન્ટેસ્ટિનલ, હેડ એન્ડ નેક કેન્સર્સ તથા અન્ય જેમાં લિમ્ફોમા તથા સોફ્ટ ટિસ્યુ સાર્કોમા ઉપરાંત પેલિએટિવ કેર વગેરેની સારવારને લગતાં મુદ્દાઓને આવરી લેશે.


  આ વૈજ્ઞાનિક સત્રોમાં દેશભરમાંથી જાણીતાં ફેકલ્ટીઝ ઉપરાંત વૈશ્વિક પ્રતિષ્ઠા ધરાવતી કેન્સર સંસ્થાઓના 20થી વધુ જાણીતાં આંતરરાષ્ટ્રીય ફેકલ્ટીઝ ભાગ લેશે જેમાં ધ એમ ડી એન્ડરસન, યુએસએ, ધ માયો ક્લિનિક, યુએસએ, ગુસ્તેવ રૌઝી, ફ્રાન્સ, પીટર મેક કેલમ, ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે. જીસીઆરઆઈ (ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ)ના ડિરેક્ટર ડો. શશાંક પંડ્યાએ જણાવ્યું હતું કે 1972થી કેન્સરના દર્દીઓની સારવાર કરતી જીસીઆરઆઈના ભવ્ય ભૂતકાળને આગળ ધપાવતી અમારી સંસ્થા એઆરઓઆઈ-ગુજરાત ચેપ્ટરના નેજા હેઠળ આવી ભવ્ય કોન્ફરન્સનું આયોજન કરીને ગર્વ અનુભવે છે. અમારું માનવું છે કે સમગ્ર વિશ્વમાંથી આવેલા ફેકલ્ટીઝ વિવિધ પ્રેક્ટિસ ટ્રેન્ડ્સ અંગે તેમના મંતવ્યો રજૂ કરી મજબૂત અને ઉપયોગી માહિતી ઉપલબ્ધ બનાવશે જે કેન્સરના નિયમન માટે જરૂરી પુરાવા આધારિત સર્વોત્તમ શક્ય સારવાર પદ્ધતિનો નિષ્કર્ષ ઉપલબ્ધ બનાવશે.