શું તમે જલ્દી થાકી જાવ છો,જાણો શું છે કારણ

Published on BNI NEWS 2019-12-05 11:44:51

  • 05-12-2019
  • 856 Views

  શું તમે જલ્દી થાકી જાવ છો? શું તમને હાલનાં દિવસોમાં ઉંઘ પણ વધારે આવે છે? ભૂખ પણ નથી લાગતી? શું તમને કામ કરવામાં થાક લાગે છે? જો હાં, તો આખરે આવું કેમ થઈ રહ્યુ છે? તમે ઘણા લોકોને કહેતા સાંભળ્યા હશે કે તેમનો સ્ટેમિના ઘટી ગયો છે, તો ચાલો જાણીએ તેનો શું મતલબ છે?


  સ્ટેમિનાનો મતલબ છે તમારા શરીરની ઉર્જા અને તમારું આંતરિક બળ. સામાન્ય શબ્દોમાં કહીએ તો સ્ટેમિના ઘટવાની સ્થિતિમાં વ્યક્તિ કોઈ કામને માનસિક અથવા શારીરિક રૂપથી વધારે લાંબા સમય સુધી કરી શકતો નથી. સામાન્ય રીતે અડધાથી વધારે લોકો સ્ટેમિનાને શારીરિક કાર્ય કરવાની ક્ષમતાને જ ગણે છે પરંતુ વાસ્તવમાં તે માનસિક કાર્ય અને થાક સાથે જોડાયેલો છે.


  સ્ટેમિના ઘટવાના સંકેતો:
  સીડીઓ ચડતી વખતે થાક લાગવો
  થોડી દૂર સુધી ચાલવા પર થાકી જવું
  લાંબા સમય સુધી શારીરિક અથવા માનસિક કામ ન કરી શકવું
  મહેનત કર્યા વગર પરસેવો આવવો
  ભૂખ ન લાગવી અને ઉંઘ વધારે આવવી
  થાકનો અનુભવ કરવો અને ચક્કર આવવા
  આંખોની સામે ક્યારેક ઝાંખપ આવવી
  હાથ અને પગમાં દુખાવાનો અનુભવ થવો

  કારણ અને ઉપાય:
  ઉંઘની કમી: રોજના 7થી 8 કલાક ઉંઘ લેવી જરૂરી છે, નહી તો શારીરિક ક્ષમતા ઘટવા લાગે છે.
  ઓછું પાણી પીવું :  માનવ શરીરમાં 70 ટકા હિસ્સો પાણી છે. શરીરમાં પર્યાપ્ત પાણી ન હોવાને કારણે મુશ્કેલી થાય છે. એટલે પર્યાપ્ત માત્રામાં પાણી પીવું જોઈએ
  કાર્બોહાઈડ્રેટની કમી : આપણા શરીરમાં સૌથી વધારે એનર્જી કાર્બોહાઈડ્રેટથી આવે છે. એટલા માટે ખાવા-પૂવામાં કાર્બોહાઈડ્રેટની માત્રા સંતુલિત રાખવી
  આયર્ન, પ્રોટીન અને અન્ય જરૂરી તત્વોની કમી : ખાવામાં પોષક તત્વોની માત્રા બનાવી રાખવા માટે જરૂરી ખાદ્યનું સેવન કરો.