- 02-12-2021
- 753 Views
કમોસમી વરસાદના વિઘ્ન વચ્ચે હિલ સ્ટેશન જેવા માહોલમાં ગ્રામ પંચાયતની ચૂંટણીના ઉમેદવારોનો ફોર્મ ભરવા ધસારો.
Published on BNI NEWS 2021-12-02 16:59:24
૩૨ સરપંચ અને ૧૫૧ વોર્ડ સભ્યના ઉમેદવારી ફોર્મ ભરાયા.
આમોદ તાલુકામાં ગામ પંચાયતની ચૂંટણીનો રાજીકીય માહોલ ગરમાઈ રહ્યો છે.સરપંચ અને સભ્યોની ચૂંટણી જાહેર થતા આમોદ તાલુકા પંચાયત કચેરી તેમજ મામલતદાર કચેરી ખાતે ઉમેદવારોનો ધસારો જોવા મળ્યો હતો.
આમોદ તાલુકામાં કમોસમી વરસાદના વિઘ્ન અને હિલ સ્ટેશન જેવા માહોલમાં પણ પંચાયતોની ચૂંટણીના ઉમેદવારી ફોર્મ ભરવામાં કોઈ ફરક પડ્યો ન હતો.વરસતા વરસાદ વચ્ચે પણ મોટી સંખ્યામાં સરપંચ તેમજ વોર્ડ સભ્યના દાવેદારોએ પોતાની ઉમેદવારીના ફોર્મ ભરવા માટેનો ધસારો જોવા મળ્યો હતો.જેમાં આજે ૩૨ સરપંચ અને ૧૫૧ વોર્ડ સભ્યોના ઉમેદવારી ફોર્મ ભરાયાં હતાં.
આજ રોજ આમોદ તાલુકાના આછોદ ગામના રહીશો દ્વારા યુથ વિંગ પેનલના નામથી સરપંચ અને સભ્યો સહિત યુવા નેતૃત્વના અને પરિવર્તનના નારા સાથે મોટી સંખ્યામાં આમોદ તાલુકા પંચાયત ઓફિસ ખાતે ઉમટી પડ્યા હતા.જ્યારે આછોદ ગામની જ બીજી પેનલ યંગ ટાઈગર નામથી સરપંચ તથા સભ્યોના ઉમેદવારી પત્ર ભરવા આવ્યા હતા.બંને પેનલના ઉમેદવારોએ પોતપોતાની પેનલના જીતના દાવાઓ કર્યા હતા અને પોતાની સાથે આવેલા ગ્રામજનોને મીઠાઈ ખવડાવી મોં મીઠું કરાવ્યું હતું.