રાજપીપળામા સરકારી જમીન પર દબાણ કરવા બાબતે રાજપીપળા ભાજપ આગેવાને કલેકટરને આવેદન આપ્યું.

Published on BNI NEWS 2021-09-15 16:17:43


  • Notice: Undefined variable: news_heading_details in /home/suratxyz/indiaupdate.in/websitelayout2/detail.php on line 613

    • 15-09-2021
    • 299 Views

    (પ્રતિનિધિ : જ્યોતિ જગતાપ,રાજપીપળા)
    રાજપીપળા સરકારી જમીન પર દબાણ કરવા બાબતે રાજપીપલા ભાજપ આગેવાન કમલેશ પટેલે કલેકટરને આવેદન આપ્યું છે.જેમાં જણાવ્યું છે કે રાજપીપળા હરસિધ્ધિ માતાના મંદિર ની સામે આવેલ બાલાપીર દરગાહની ટ્રસ્ટની જમીન આવેલ છે.તે ટ્રસ્ટીઓ એમની હદ છોડીને બીજી એમની જમીનને અડીને આવેલ સરકારી જમીન તથા બીજા ઘણા લોકોના સર્વે નંબર આવેલા છે અને આ સરકારી જમીન માંથી વર્ષો થી રાજપીપળાની લાઈનનું પાણી,વરસાદી પાણી જાય છે. અને રાજપીપળા હરસિધ્ધિ માતાના તળાવનું પાણી પણ આ ગરનાળા માં થઈને જાય છે.આ જમીન સરકારે કોઈ સરકારી બાંધકામ કરવા માટે એકવાયર કરેલ છે.હાલમાં જે હરસિધ્ધિ માતાના મંદિર રોડ પર જે કેબીનો મુકવામાં આવે છે.તેની પાછળનું કોતેડું પાણી નિકળવાનો રસ્તો છે.આ જમીન આ બાલાપીર દરગાહ વાળા ખોટી માપણી કરીને બાંધકામ ચાલુ કરેલ છે.તેને તાત્કાલીક રોકવા માટે ત્વરીત કાય,વાહી કરવાની માંગ કરી છે.જો ઓ ગેરકાયદેસર દબાણ હટાવવામાં અને બાંધકામ અટકાવવામાં આવે નહી તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપી છે.