ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામે છેલ્લા ૨૦૦ વર્ષ જેટલા સમયથી ગામ રક્ષા માટે નોમ નો હોમ કરાયો.

Published on BNI NEWS 2021-09-15 16:16:21


 • Notice: Undefined variable: news_heading_details in /home/suratxyz/indiaupdate.in/websitelayout2/detail.php on line 613

  • 15-09-2021
  • 323 Views

  (પ્રતિનિધિ : જયશીલ પટેલ,ઝઘડિયા)
  ગ્રામજનોને ભૂત પલીત થી બચવા તથા ગ્રામજનોની આરોગ્યની સુખાકારી માટે હવન કરવામાં આવે છે.
  ગામની ફરતે દૂધની ધાર સાથે રક્ષા કવચ રૂપી દોરો ગામ ફરતે બાંધવામાં આવે છે.
  ઝઘડીયા તાલુકાના રાણીપુરા ગામે અવિરત છેલ્લા ૨૦૦ જેટલા વર્ષથી અખો નામનો હોમ કરવામાં આવે છે. રાણીપુરા ગામના સ્વર્ગીય બાલકૃષ્ણ જોષી ના જણાવ્યા પ્રમાણે તેમના જન્મના સો વર્ષ પૂર્વેથી ગામમાં આ હવન કરવાની પરંપરા ચાલી આવી છે.હવન કરવા પાછળ નો મર્મ એ છે કે ગ્રામજનો ની ભૂત પલીત થી રક્ષા થાય અને ગ્રામજનોની આરોગ્ય સુખાકારી માટે હવનનું આયોજન થાય છે.હવનમાં ગામમાં સ્વૈચ્છિક ફાળો કરી હવન નો ખર્ચો કરવામાં આવે છે અને ગામના યુવાનો આ હવનમાં આહુતિ આપે છે.આ ઉપરાંત હવનના સ્થળે થી અવિરત દૂધની ધાર સાથે દોરા વડે ગામને કવચ કરી સુરક્ષિત કરવામાં આવે છે. આ ઉપરાંત ગામની દરેક શેરીઓ માં લીમડો શ્રીફળ અને કોપરાની વાટી નો તોરણ બાંધવામાં આવે છે.૨૦૦ વર્ષથી વધુ જૂની આ પરંપરાને રાણીપુરા ગામના આજના ડિજિટલ યુગ ના યુવાનો પણ જાળવી રહ્યા છે અને પરંપરાને આગળ ધપાવી રહ્યા છે.