ફાયર સેફટીના સાધનો અને એનઓસી પ્રમાણપત્ર રજૂ ન કરાતા રાજપીપળા નગરપાલિકા દ્વારા ત્રણ સ્કૂલોને સીલ મારી દેવાતા ખળભળાટ.

Published on BNI NEWS 2021-09-15 15:05:42


 • Notice: Undefined variable: news_heading_details in /home/suratxyz/indiaupdate.in/websitelayout2/detail.php on line 613

  • 15-09-2021
  • 319 Views

  (પ્રતિનિધિ : જ્યોતિ જગતાપ,રાજપીપળા)
  અચોક્કક્સ મુદત માટે સ્કૂલ બંધ થઈ જતા વિદ્યાર્થીઓનું ભવિષ્ય બન્યું અંધકારમય : વૈકલ્પિક વ્યવસ્થા તરીકે મંદિરોમાં અને ભાડાની રૂમોમાં બેસાડી ભણાવાશે માઈક્રોસોફ્ટ ટીમથી અભ્યાસ કરાવાશે.
  આગામી ૧૮ તારીખથી શાળાઓમાં પ્રથમ એકમ કસોટી શરૂ થઈ રહી છે અને શાળાઓ અનિશ્ચિત સમય માટે બંધ રાખવા હુકમ!
  કોરોનાને લીધે દોઢ વર્ષથી શાળાઓ બંધ હતી માંડ શાળાઓ શરૂ થઈ છે તો સરકારનો ફાયર સેફટી સર્ટિ ન લેનાર શાળાઓ બંધ કરવાના આદેશ!
  હજી હમણાં જ નર્મદાની માંડ શાળાઓ શરૂ થઈ છે ત્યારે રાજપીપલાની ત્રણ મોટી સ્કૂલોને રાજપીપળા નગરપાલિકાએ સીલ મારી દેતા નર્મદાના શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે.આજથી અચોકકસ મુદત માટે શાળાઓ બન્ધ થઈ જતા આજે શાળાએ આવનાર વિધાર્થીઓ અટવાઈ ગયા હતા.કોરોનાનું સંક્રમણ ઓછું થતા ગુજરાત સરકારે કોરોના ગાઈડલાઈન સાથે ધોરણ ૬ થી ૧૨ ની શાળાઓ શરૂ કરવાનો આદેશ આપ્યો છે. કોરોનાને લીધે છેલ્લા દોઢ વર્ષથી શાળાઓ બંધ હતી ત્યારે માંડ શાળાઓ શરૂ થઈ છે એવામાં સરકારે ફાયર સેફટી સર્ટિફિકેટ ન લેનાર શાળાઓ બંધ કરવાના આદેશ આપતા હજારો વિદ્યાર્થીઓના ભવિષ્ય સામે ફરી એક વાર પ્રશ્નાર્થ સર્જાયો છે.
  રાજપીપળા પાલિકા મુખ્ય અધિકારી રાહુલ ઢોડીયાએ પાલિકા ટીમના સભ્યો સાથે જેણે ફાયર સેફટીનું સર્ટિફિકેટ ન લીધું હોય એવી રાજપીપળાની ત્રણ શાળાઓ મહારાજા રાજેન્દ્રસિંહજી વિદ્યાલય, રાજપીપળા સરકારી હાઈ સ્કૂલ,અને નવદુર્ગા હાઈસ્કૂલ રાજપીપલા ને અચાનક સિલ મારી દેતા વિદ્યાર્થીઓ અને શિક્ષકો મૂંઝવણમાં મુકાઈ ગયા હતા.આજથી શાળાનું શિક્ષણ કાર્ય ખોરવાઈ જવા પામ્યું હતું.જોકે બાળકોનું શિક્ષણ ન બગડે તે માટે સામેના મન્દિરોમાં અને અન્ય વૈકલ્પિક જગ્યાએ શિક્ષણ કાર્ય ચાલુ રાખવાનો નિર્ણય લીધો હતો અને બહાર બોર્ડ મારી શાળાઓ બંધ છે ત્યાં સુધી અથવા બીજી સૂચના ના મળે ત્યાં સુધી તમામ બાળકો ને માઈક્રોસોફ્ટ ટીમથી અભ્યાસ કરવા સૂચના આપતું બોર્ડનવદુર્ગા હાઈસ્કૂલની બહાર મુકાયું હતું.
  બીજી તરફ આગામી ૧૮ તારીખથી શાળાઓમાં પ્રથમ એકમ કસોટી શરૂ થઈ રહી છેત્યારે જ શાળાઓ અનિશ્ચિત સમય માટે બંધ રાખવા હુકમ કરવામાં આવ્યો  છે તેનાથી બાળકો અને વાલીઓ ચિંતિત બન્યા છે.
  આ અંગે રાજપીપળા પાલિકા મુખ્ય અધિકારી રાહુલ ઢોડીયાએ જણાવ્યું હતું કે સુરત નગરપાલિકા પ્રાદેશિક કમિશનરની સૂચનાથી અમે આ કામગીરી કરી છે, જેની શાળાનું બિલ્ડીંગ ૯ મીટરથી ઊંચું છે અને ફાયર સેફટી સર્ટિફિકેટ નથી લીધું એવી શાળાઓને અમે સીલ માર્યું છે.આગામી સમયમાં હોસ્પિટલો અને કોમ્પ્લેક્ષોને પણ નોટિસ અપાશે.
  આ બાબતે નવદુર્ગા હાઈસ્કૂલના આચાર્ય રીનાબેન પંડ્યાએ જણાવ્યું હતું કે ૯ મીટર કરતા ઓછી ઊંચાઈ હોય એમણે ફાયર સેફટી સર્ટીની જરૂર નથી હોતી.પણ સરકારને સેલ્ફ ડિકલેરેશન કરવું પડે છે.એવો સરકારનો પરિપત્ર છે અમે એ નિયમમાં ફિટ બેસીએ છીએ અમારી પાસે પૂરતા પુરાવા છે.તે છતાં અમારી શાળાને સીલ માર્યુંછે .અનિશ્ચિય સમય સુધી સ્કૂલ બંધનો આદેશ છે બીજી બાજુ ૧૮ મીથી શાળામાં એકમ કસોટી શરૂ થાય છે તો વિદ્યાર્થીઓના અભ્યાસને ખલેલ પહોંચશે એનો જવાબદાર કોણ.? ફાયર સેફટી સાધનો અને સિસ્ટમ નો ખર્ચ 8થી ૧૦ લાખનો ગ્રાન્ટેડ સ્કૂલોને પોષાય તેમ નથી છતાં વ્યવસ્થા ગોઠવાઈ રહી છે સાધનો ઉપલબ્ધ છે છતાં સર્ટી ને કારણે સીલ મારતા બાળકો નું શિક્ષણ ખોરવાઈ ગયું છે હાલ વૈકલ્પિક વ્યવસ્થા કરી હોવાનું જણાવ્યું હતું.નવદુર્ગા શાળાના વિદ્યાર્થી તૃષાલ વસાવાએ જણાવ્યું હતું કે અમારી શાળામાં ફાયર સેફટીની બધી સુવિધાઓ હોવા છતાં પાલિકાએ અમારી શાળાને સીલ માર્યું છે.સિલેબસ અધૂરો છે, અમારો અભ્યાસ અધૂરો રહેશે તો એનો જવાબદાર કોણ, હમણાં જ સ્કૂલો શરૂ થઈ પરીક્ષાઓ પણ નજીક છે તો અમારે ભણવું કેવી રીતે.?
  ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે અમારે બાળકોની સેફટીને ધ્યાને રાખી આ ત્રણ શાળાઓ સીલ કરી છે.અમને સુરત ડિવિઝન તરફથી સૂચના મળી છે કે બાળકોની સાવચેતીને ધ્યાનમાં રાખી આ નિર્ણય લીધો છે વળી ફાયર સેફટીના નિયમોનું પાલન કરવાનું હોય છે તે આ શાળાઓએ પાલન કર્યું નથી.જેથી અમારે બાળકોની સેફટીને ધ્યાને રાખી આ ત્રણ શાળાઓ સીલ કરી છે.નર્મદા જિલ્લામાં પાંચ પૈકી ત્રણ શાળાઓને સિલ કરી છે બાકીની બે શાળાઓએ નિયમોનું પાલન કર્યું છે.જ્યાં સુધી ફાયર સેફટીનું પાલન ના કરાય ત્યાં સુધી અહીંની હોસ્પિટલોને પણ અમે નોટિસ આપી છે કે હવે પછી નવા દર્દીઓને દાખલ કરવા નહિ.સેફટી સર્ટી વગર ની શાળાનેહાલ તાળા લગાડ્યાછે હાલ તો વાલ ઓ પણ ચિંતિત છે.બાળકોનો અભ્યાસબગડી રહ્યો છે ત્યારે સત્વરે આ પ્રશ્નનો નિકાલ આવે એવુસૌ કોઈ ઈચ્છી રહ્યા છે.